Home /News /madhya-gujarat /‘પશુ પાલકોની દયનીય સ્થિતિ: 3 મહિનામાં પ્રતિ કિલોફેટ ૭૦ રૂપિયાનો ઘટાડો’

‘પશુ પાલકોની દયનીય સ્થિતિ: 3 મહિનામાં પ્રતિ કિલોફેટ ૭૦ રૂપિયાનો ઘટાડો’

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ફાઇલ તસવીર

ગુજરાતમાં પશુપાલકોની માઠી બેઠી છે. છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ દૂધ-સંઘો અને મંડળીઓ દ્વારા પ્રતિકિલોફેટ 70 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.

    ગુજરાતમાં પશુપાલકોની માઠી બેઠી છે. છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ દૂધ-સંઘો અને મંડળીઓ દ્વારા પ્રતિકિલોફેટ 70 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. એક તરફ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ એવો આક્ષેપ કર્યો છે કે, રાજ્યની વિજય રૂપાણી સરકાર ખેડૂત વિરોધી સરકાર છે.

    કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ કહ્યું કે, રાજ્યમાં ખેડૂતોના આપઘાતના કિસ્સા વધી રહ્યાં છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વિજળી કે પાણી મળતા નથી. ખેડૂતોને ખેત ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ મળતા નથી. સરકાર જે ટેકાના ભાવ જાહેર કરે છે, તે ભાવે પણ ખરેખર ખરીદી થતી નથી. તે જ રીતે પાકવીમાના નાણાં પણ ખેડૂતોને મળતા નથી. રાજ્ય સરકારની આ ખેડૂત વિરોધી નિતી-પશુપાલકોની કફોડી સ્થિતિ સામે વિરોધ વ્યક્ત કરવા, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને ખેડૂતોના દેવા માફ કરવા કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન યોજશે.

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અછત જેવી સ્થિતિ છે. ખેડૂતો સતત આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. રાજ્યમાં વિવિધ ડેરીઓ-સંઘો દ્વારા દુધના પ્રાપ્તિ ભાવમાં છેલ્લાં ત્રણ મહિનામાં પ્રતિ કિલોફેટ ૭૦ રૂપિયા જેટલો ઘટાડો કર્યો છે. મોંઘા પશુદાણ અને ઘાસચારાની પરિસ્થિતિમાં દુધના પ્રાપ્તિભાવમાં આ ઘટાડાથી રાજ્યના પશુપાલકોની હાલત કફોડી થઈ ગઈ છે. સરકારની ખેડૂત વિરોધી માનસિકતા-નીતિને લીધે ખેતી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, સાથોસાથ પશુપાલન વ્યવસાય પણ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. રાજ્યમાં મોંઘી વીજળી, ખાતરના સતત વધતાં ભાવો, મોંઘુ બિયારણ-જંતુનાશક દવાઓને લીધે ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે અને આપઘાત જેવું અંતિમ પગલું ભરી રહ્યા છે.”

    અમતિ ચાવડાએ વધુમાં ઉમેર્યુ કે, ગુજરાતના ખેડૂતોની માંગણીઓને ટેકો આપવા, દેવામાફીની માંગને બુલંદ બનાવવા અને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીઓને ઉજાગર કરવા તથા રાજ્યમાં વિવિધ ડેરીઓ-સંઘો દ્વારા દુધના પ્રપ્તિભાવમાં ઘટાડાથી પશુપાલકોને પડી રહેલ મુશ્કેલીમાં રાજ્યના પશુપાલકોને ન્યાય મળે અને સંઘોની નફાખોરી સામે વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા આજે એટલે કે ગુરુવારે રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શનનો કાર્યક્રમ યોજાશે.

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ એમ પણ જણાવ્યું હતું કે, કેન્દ્રની સરકારે નોટબંધીના નામે દેશના લોકોની હાલાકીમાં વધારો કર્યો, દેશના નાગરીકો પર નોટબંધીનો નિર્ણય થોપી દેવામાં આવ્યો, દેશનું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે સ્વીકાર્યું કે, નોટબંધીથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે, વેપારી ઉદ્યોગકાર, ખેડૂતો તમામ લોકોને નોટબંધીથી નુકસાન થયું છે. ત્યારે દેશના વડાપ્રધાને દેશના લોકોને જણાવવું જોઈએ કે, નોટબંધીથી કોને લાભ થયો ?”
    Published by:ankit patel
    First published:

    Tags: Amit Chavda, GPCC, Gujarat Government, Vijay Rupani

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन