'ગૃહમંત્રી અમિત શાહનો વૃક્ષારોપણ કાર્યક્રમ માત્ર ફોટોશેશન છે'

'ગૃહમંત્રી અમિત શાહનો વૃક્ષારોપણ કાર્યક્રમ માત્ર ફોટોશેશન છે'
ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ નિવેદન આપ્યું.

ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ નિવેદન આપ્યું.

 • Share this:
  પ્રણવ પટેલ, અમદાવાદઃ કોંગ્રેસે ઇલેક્ટ્રિક બસની સેવાને આવકારી હતી તો બીજી તરફ એએમસી પોતાની માલિકીની 40 બસ માત્ર ચલવાવી રહી છે. જેના પર કટાક્ષ કરતાં કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યુ હતું, કે ભાજપ પોતાના મળતીયા કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે શહેરમાં ખાનગી બસ દોડાવી રહ્યુ છે. એએમસી વર્ષે દહાડે પરિવહન સેવામાં 400 કરોડની ખોટ ખાઇ રહ્યુ છે. ઇલેક્ટ્રોનિક બસ છેલ્લા બે મહિનાથી રોડ પર ફરે છે. જેનું આજે ગૃહમંત્રી દ્વારા માત્ર ફોટોસેશન થયુ છે.

  કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી આરોપ લગાવતા કહ્યુ હતું,, કે એએમસી મિશન મિલયન ટ્રીઝ અભિયાન કરે છે. જે માત્ર એક જુઠાણુ છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 10 લાખ વૃક્ષો કાપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય વનનીતિ 1998 પ્રમાણે કુલ ભૌગોલિક વિસ્તારનો 1/3 ભાગ વન અને વૃક્ષ આચ્છાદિન હોવો જોઇએ અને પર્વતીય વિસ્તારમાં 2/3 ભાગ વન અને વૃક્ષ આચ્છાદિન હોવા જોઇએ, તેના બદલે રાજ્યમાં કુલ ભૌગિલક વિસ્તારમાં 11.17% જ વન વિસ્તાર આવેલા છે. ઉક્ત સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 309.03 ચોરસ કિમી વન વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના કુલ ક્ષેત્રફળ પૈકી 2173.4338 ચોરસ કિમી વન વિસ્તાર છે.  અહીં ક્લિક કરી વાંચોઃ ટ્રાફિક નિયમોની ઐસીતૈસી કરનારાઓ સાવધાન, નિયમ તોડ્યો તો તગડો દંડ ભરવો પડશે

  વધુમાં કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યુ હતું, કે પ્રદૂષણ અટકાવા માટે ઇ બસ સેવા ઉપયોગ કરાઇ છે. પરંતુ દેશની 25 સૌથી પ્રદૂષિત નદીઓની યાદીમાં ગુજરાતની મુખ્ય સાબરમતી અને તાપી નદીનો સમાવેશ થયો છે. જેમાં લાખો લીટર ગેરકાયદેસર કેમિકલ છોડાઇ રહ્યુ છે. જેની કોઇ જાળવણી ભાજપના સત્તાધીશો કરી રહ્યા નથી. ત્યારે ભાજપ પહેલા નદીઓ શુદ્ધ કરવી જોઇએ જેથી હવામાન શુદ્ધ રહી શકે.
  First published:August 29, 2019, 17:49 pm