ફેકમફેંક, લાહૌરી કેક, સ્ટન્ટ મેન, ઉત્તેજિત અને ઘણુંબધું....

News18 Gujarati
Updated: June 14, 2018, 11:18 AM IST
ફેકમફેંક, લાહૌરી કેક, સ્ટન્ટ મેન, ઉત્તેજિત અને ઘણુંબધું....
ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જ સ્વીકારી કસરત કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે.

  • Share this:
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જ સ્વીકારી કસરત કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે. આ મુદ્દે કોંગ્રેસે મોદી પર નિશાન તાકતા કહ્યું કે, મોદીજીએ લગભગ આ ચેલેન્જ ઉપાડ્યે એકાદ મહીનો પુરો થવા આવ્યો ત્યારે શુટીંગ પુરૂ કરી મોદીજીએ પરસેવો પણ ના પડે તેવી કસરતની ડોક્યુમેન્ટરી રીલીઝ કરી છે.

કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યુ કે, નરેન્દ્ર મોદીને ગીમીક્સ અને પબ્લીસીટીનું જાણે વળગણ છે. વિરાટ કોહલીએ તેની કસરત કરતો વીડીયો મુકી ઈન્ડિયાને ફીટ રહેવાનો સંદેશ આપ્યો કે તરત જ મોદીએ ઉત્તેજિત થઈ ગયા અને ટ્વીટ કરી દીધું પરંતુ આ અગાઉથી ફિક્સ થયેલી મેચ હોય તેવું લાગે છે. જેથી દેશની જનતાનું ધ્યાન મોંઘવારીથી હટાવી શકાય.કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે  કહ્યુ કે,  “કાશ્મીર ભડકે બળી રહ્યું છે. સરકારની માનસિક ફીટનેસના અભાવે એકતરફી આતંકનો ભોગ બની રહ્યું છે તે માટે મોદીજી પાસે ટાઈમ નથી પણ કોહલીની ટ્વીટ પર રીએક્ટ કરવા સિવાય બીજું દેશ માટે કઈ કામ ના હોય તેવી નવરાશ દેખાય છે. મોદીજી જાણે છે કે વિરાટ કોહલીનો ચાહક વર્ગ કરોડોમાં છે અને માટે જ એને વટાવી ખાવા મોદીજી એ ટ્વીટ કરી દીધી. દેશના વડાપ્રધાન તરીકે તમારી સામે ઉપાડવા માટે બીજી ઘણી વિરાટ ચેલેન્જીસ છે.દેશવાસીઓને વચન મુજબ પંદર લાખ ચુકવવાના બાકી છે, બે કરોડ બેરોજગાર યુવાનોને નોકરીઓ આપવાની બાકી છે, પાકીસ્તાનથી દસ માથાં ઉતારી લાવવાના છે, પાકિસ્તાનને એની ભાષામાં શીખ આપવાની અને ચીનને દોકલામમાથી હાંકી કાઢવાની ચેલેન્જ મોઢું ફાડીને તમારી સામે ઉભી છે ત્યારે વિરાટ કોહલીથી આકર્ષાઈ એક સગીર કિશોરની જેમ ઉત્તેજીત થવું એક વડાપ્રધાન તરીકે આપને શોભતુ નથી.”

પરમારે વધુમાં આક્ષેપ કરતાં કહ્યું કે, “લાહોરી કેક અને જબાની ફેંકમફેંકથી નરેન્દ્ર મોદીનું રાજકીય આરોગ્ય સારૂ થતું હશે પણ દેશનું આરોગ્ય બગડી રહ્યુ છે. આજે પણ દેશમાં કુપોષણ એક પ્રમુખ સમસ્યા છે ત્યારે કુપોષિતોની ફીટનેસની ચિંતા કરવાનો માનવીય અભિગમ છોડી પબ્લીસીટી કરવા સ્ટંટમેનની ભુમિકા નીભાવવાની મોદીની તત્પરતા શરમજનક છે.”

 
First published: June 13, 2018, 8:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading