Home /News /madhya-gujarat /કોંગ્રેસના પ્રહાર : 'રામ નવમી હતી તો તમારી IB-પોલીસ તંત્ર શુ કરતી હતી?', હાર્દિકના નિવેદન અંગે શું આપી પ્રતિક્રિયા?
કોંગ્રેસના પ્રહાર : 'રામ નવમી હતી તો તમારી IB-પોલીસ તંત્ર શુ કરતી હતી?', હાર્દિકના નિવેદન અંગે શું આપી પ્રતિક્રિયા?
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર
Gujarat Congress : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor), રામનવમીના દિવસે થયેલા હુમલા, હાર્દિક પટેલ (Hardik Patel) ના નરેભાઈ પટેલ (Nareshbhai Patel) વિશેના નિવેદન અને સીઆર પાટીલ (CR Patil) દ્વારા જીભ લપસવા, તથા મોંઘવારી જેવા મુદ્દે ભાજપા (BJP) પર આકરા પ્રહાર કર્યા છે
અમદાવાદ : રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા આક્ષેપ-પ્રતિ આક્ષેપનો વરસાદ પણ શરૂ થઈ ગયો છે. આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપાને આડે હાથ લીધી હતી. કોંગ્રેસે રામનવમીના દિવસે થયેલા હુમલા, હાર્દિક પટેલના નરેભાઈ પટેલ વિશેના નિવેદન અને સીઆર પાટીલ દ્વારા જીભ લપસવા, તથા મોંઘવારી જેવા મુદ્દે ભાજપા પર આકરા પ્રહાર કર્યા છે.
સીઆર પાટીલ જીભ લપસવાના મામલે શું કહ્યું?
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, છેલ્લા 2 - 3 દિવસથી બે મુદ્દા ચાલી રહ્યા છે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ઇતિહાસથી અજાણ છે, દરેક વિચારે કે જીભ લપસી જાય, બોલવામાં ભૂલ થાય, પરંતુ ભૂલ બાદ માફી પણ માંગવી જોઈએ. તેમણે ભાજપા પર પ્રહાર કરતા કહ્યું કે, પરંતુ અહંકારી પાટીલે હજુ માફી માંગી નથી. ભૂતકાળમાં મોરારીબાપુ સાથે કેવો વ્યવહાર થયો હતો એ આપણે જાઁણીએ છીએ. પાટીલ બહેનને પતિ-પત્ની ગણાવવાની મોટી ભૂલ કરે અને પાછી ભૂલ ન સ્વીકારે એ અહંકાર છે. ધર્મના ટેકેદાર બનેલા જ આવુ નિવેદન આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી માંગ છે કે, ઈતિહાસ સાથે છેડછાડ થઈ છે, તે બદલ માફી માંગવી જોઈએ. તમારા ઘમંડ અને અહંકારને આવું બોલીને કેટલું ટકાવવા માંગો છો?
મોંઘવારી મામલે કોંગ્રેસે શું કહ્યું?
મોંઘવારીએ રાજ્ય સહિત દેશભરમાં માજા મુકી છે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપા પર પ્રહાર કરતા કહ્યું કે, બાજપાના ના સમજ મંત્રીઓ નિવેદન આપે છે કે, યુક્રેન યુદ્ધના કારણે મોંઘવારી વદી છે. દૂધ, શાકભાજી, પેટ્રોલ શું યુક્રેનની આવે છે? તમારી અણઆવડતના કારણે ભાવો વધી રહ્યા છે? ભાજપાની સરકાર જ્યારે નિષ્ફળ જાય ત્યારે બીજા પાટા પર ગાડી ચઢાવવા હિંમતનગર અને ખંભાત જેવા બનાવ બનતા હોય છે.
હાર્દિક પટલના નિવેદન અંગે પણ કર્યો ખુલાસો
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પટેલના નિવેદન અંગે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પહેલા દિવસથી જ નરેશભાઇ આમંત્રણ આપ્યું છે. અમારા તમામ નેતાઓએ નરેશભાઈનું સ્વાગત છે તેવા જ જવાબો આપ્યા છે. કેટલીક ચર્ચાઓ મીડિયામાં કરવાની નથી હોતી. કોંગ્રેસ પક્ષ તરફથી સ્પષ્ટ રીતે જ કરી છે, કોઈ સમાજ કે વ્યક્તિનું અપમાન નથી. નરેશ પટેલે જ કહ્યું છે કે, મારે સમાજને પૂછવાનું બાકી છે. ક્યાં પક્ષમાં જવું તે નિર્ણય નરેશભાઈએ લેવાનો છે. નરેશભાઈ નિર્ણય ન કરે ત્યાં સુધી કોંગ્રેસે જાહેરાત ન કરવાની હોય. હાર્દિકને પૂછી શું કે તમે ક્યાં આધારે આ વાત કરી છે. અમે હાર્દિક પટેલ સાથે બેસીને વાત કરીશું અને ક્યાં અનુસંધાને અપેક્ષા થતી હોવાનું અનુભવે છે તે જાણીશું, હાર્દિક પટેલ સાથે વાત કરીને જે નિર્ણય લેવાના થશે તે કરીશું. હાર્દિક પટેલને બોલાવીને ખુલાસો પણ લઈશુ, તેની નારાજગી અંગે સ્પષ્ટતા કરવામાં આવશે.
રામનવમી પર ખંભાત-હિંમતનગરમાં કોમી છબકલા અંગે શું કહ્યું
કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, ભાજપ જ્યારે પણ નિષ્ફળ જાય ત્યારે રાજ્ય કે દેશમાં કોઈ અણ બનાવ બને છે. મોદીનો પ્રવાસ હોય ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવે છે. વિપક્ષના નેતાઓના ફોન કોલ ટ્રેસ થાય છે. બનાવ બન્યા પછી વિદેશી તાર છે તે શોધી કાઢવામાં આવે છે, તો બનાવ પહેલા કેમ કાર્યવાહી થતી નથી. રામનવમીનો તહેવાર હતો તો તમારી આઈબી અને પોલીસ તંત્ર શું કરતી હતી. રામનવમી ની યાત્રામાં રસ્તામાં મસ્જિદ આવે અને લાઇટના થાંભલા પર કોઇ ધર્મના ઝંડા ના સ્થાને બીજો ઝંડો લગાવી સુત્રોચાર કરી ઉશ્કેરવાની વાત થાય છે. જો સીસીટીવીમાં લોકો દેખાય છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ અને નિષ્પક્ષ રીચતે તપાસ થવી જોઈએ તેવી અમારી માંગ છે. હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હોવાનું કહેવામાં આવે છે. વિપક્ષના નેતાઓના ફોન આંતરી શકાય છે તો વિદેશી ફોન કેમ ટેપ ન થયા?