ન્યૂઝ પેપરમાં છપાયેલી 'સીધી ભરતી'ની જાહેરાતો સાચી કે ખોટી?: કૉંગ્રેસનો સવાલ

ન્યૂઝ પેપરમાં છપાયેલી 'સીધી ભરતી'ની જાહેરાતો સાચી કે ખોટી?: કૉંગ્રેસનો સવાલ
ન્યૂઝ પેપરમાં છપાયેલી જાહેરખબર.

રાજ્ય સરકારે તાકીદે, સમગ્ર બાબતની તપાસ કરવી જોઈએ અને સત્ય હકીકત ગુજરાતના લાખો યુવાનો સમક્ષ સ્પષ્ટ થવી જોઈએ: ડૉક્ટર મનિષ દોશી

  • Share this:
અમદાવાદ: કેટલાક ન્યૂઝ પેપર્સમાં 'સીધી ભરતી' (Direct Recruitment)ના નામે છપાયેલી જાહેરખબર પર કૉંગ્રેસ (Gujarat Congress) પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે. આ મામલે ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનિષ દોશી (Dr Manish Doshi)એ સીધી ભરતીના નામે જાહેરાતો પર સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. ડૉક્ટર મનિષ દોષીએ વિજય રૂપાણી (CM Vijay Rupani)એ લખ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં સરકારી નોકરી માટે લાખો યુવાનો છેલ્લા ઘણાં સમયથી તૈયારી કરીને કારકિર્દી ઘડવા રાત-દિવસ મહેનત કરતા હોય છે ત્યારે વર્તમાનપત્રોમાં જે જાહેરાત આપવામાં આવી છે તે પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ છે. જાહેરાતમાં વિવિધ ફોર્મ સાથે રૂપિયા 300 ફી જણાવવામાં આવી છે.

મનિષ દોશીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં વિવિધ સરકારી નોકરી માટે યોજાતી પરીક્ષામાં પણ વ્યાપક ગોટાળા-ગેરરીતિ, પેપર ફૂટવા, મેરીટમાં ગોલમાલ, આર્થિક લેવડ દેવડ અંગે મોટાપાયે ફરિયાદો લેખિતમાં ભોગ બનનાર હજારો યુવાનો અગાઉ કરી ચૂક્યા છે. બેરોજગારીની વ્યાપક સમસ્યા, સરકારી નોકરીની તકોમાં થતો અસહ્ય વિલંબને લીધે છેતરપિંડી કરનારા તત્વો સક્રિય થયા હોય તેમ જણાય છે.આ પણ વાંચો: નવરાત્રી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફ્લેટ કે સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ મંજૂરી જરૂરી નહીં

વધુમા ડૉક્ટર દોશીએ જણાવ્યુ છે કે ગુજરાતના લાખો યુવાનોને સરકારી નોકરીની જેમ જ ભરતી જાહેરાત તા. 15-10-2020ના રોજ વિવિધ સમાચાર પત્રોમાં “GUJARAT EMPLOYMENT SERVICES” સીધી ભરતી માટેની જાહેરાત હેઠળ વિવિધ પદ માટે કુલ- 2520 જગ્યાઓ શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સાથે પ્રસિદ્ધ થયેલી છે.

કૉંગ્રેસ પ્રવક્તાએ વધુમાં લખ્યું છે કે, આ ભરતી પ્રક્રિયાની જાહેરાત પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ છે. વિવિધ ફોર્મ સાથે રૂપિયા 300 ફી જણાવવામાં આવી છે. સરકારી ભરતી પ્રક્રિયાની જેમ જ જાહેરાત અંગે તપાસ અત્યંત આવશ્યક છે. ગુજરાતના લાખો યુવાનો સાથે સરકારી ભરતીના નામે છેતરપિંડી અટકાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્ય સરકારે તાકીદે, સમગ્ર બાબતની તપાસ કરવી જોઈએ અને સત્ય હકીકત ગુજરાતના લાખો યુવાનો સમક્ષ સ્પષ્ટ થવી જોઈએ જેથી છેતરપિંડી હોય તો અટકાવી શકાય. ઉપરોક્ત, બાબત ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલા ભરવા આપને ગુજરાતના જાગૃત નાગરિક તરીકે ધ્યાન દોરી રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે વિવિધ સમાચાર પત્રો મારફતે જે સીધી ભરતીની જાહેરાત આપવામાં આવી છે તે સરકારી ભરતી હોય તે રીતે આપવામાં આવી છે. જેમાં 11 મહિનાના કરારથી અલગ અલગ છ હોદ્દા માટે કુલ 2520 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ સાથે જ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે આ માટેની ફી ઓનલાઇન ભરવાની રહેશે. આ સાથે જ ગુજરાતના તમામ શહેર, જિલ્લા અને તાલુકા માટે ભરતી કરવામાં આવનાર હોવાનું કહેવામાં આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:October 16, 2020, 17:47 pm

ટૉપ ન્યૂઝ