કોંગ્રેસે કર્યો પ્રશ્નોનો મારો, 'શિક્ષણના નામે ચાલતી ઉઘાડી લૂંટ બંધ કરાવવા મંત્રીઓ ક્યારે હાજરી પુરાવશે?'

કોંગ્રેસે કર્યો પ્રશ્નોનો મારો, 'શિક્ષણના નામે ચાલતી ઉઘાડી લૂંટ બંધ કરાવવા મંત્રીઓ ક્યારે હાજરી પુરાવશે?'
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશી

  • Share this:
અમદાવાદ : ભાજપનાં શાસનમાં પ્રજાના કામો તો થતા જ નથી પણ “કાર્યકરોના કામ પણ નથી થતા, પરિણામે કાર્યકરોના "કામ" માટે મંત્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવો ભાજપના અધ્યક્ષનો આદેશ “ હકીકતમાં ભાજપનાં નિષ્ફળ શાસનનું કબૂલાતનામું છે. ત્યારે ગુજરાતની જનતાના કામની વાત, ફરિયાદ માટે સચિવાલયમાં વિભાગવાર મંત્રીઓ ક્યારે મુલાકાત આપશે? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી શાસન કરતી ભાજપે સત્તામાં આવીને ગુજરાતનાં નાગરિકોને કોરાણે હડસેલી દીધા છે.

કોંગ્રેસ પ્રવક્તા ડો મનિષ દોશીએ વધુમા સરકાર સમક્ષ વેધક પ્રશ્નો ઉઠાવ્યા હતા કે, કોરોના મહામારીમાં આર્થિક રીતે તકલીફ વેઠી રહેલા ગુજરાતના લાખો સામાન્ય-મધ્યમવર્ગ પરિવાર તેમના બાળકોને ફીમાં રાહત મળે, તથા શિક્ષણમાં ચાલતી ઉઘાડી લુંટને બંધ કરવાની માંગ કરતાં ગુજરાતીને સચિવાલયમાં શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીઓ ક્યારે મળશે ?ટેટ-ટાટ પાસ થયેલ હજારો યુવાનો, એલઆરડી યુવાનો, બિનસચિવાલય, આઇટીઆઈ ઇન્સ્ટ્રક્ટર,જીપીએસસીનાં લેકચરર, નિમણુંકથી વંચિત હજારો યુવાનો સહિત મોંઘા શિક્ષણ પછી સરકારી ભરતી માટે રાહ જોઈ રહેલા લાખો શિક્ષિત બેરોજગાર યુવાનોને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શ્રમ રોજગાર મંત્રી ક્યારે મળશે?

ફિક્સ પગાર આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ પ્રથાના નામે ગુજરાતના લાખો યુવાનો, કર્મચારીઓના થતા આર્થિક શોષણ, એજન્સીનો ભ્રષ્ટાચાર બંધ થાય એ અંગે ગુજરાતના યુવાનોને સચિવાલયમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શ્રમમંત્રી ક્યારે મળશે?

ગુજરાતના ખેડૂતોને પાકવિમા, ખેતપેદાશો, વ્યાજબી ભાવ, જમીન માપણીમાં અન્યાય સહિત ખેડૂત, ખેતી, ગ્રામ્ય વિભાગના પ્રશ્નો માટે કૃષિમંત્રી અને ગ્રામ્ય વિકાસ મંત્રી ક્યારે સચિવાલયમાં મળશે?

સરકારના તઘલખી ફરમાન સમાન ૪૨૦૦ના ગ્રેડ પેને કારણે 65000 જેટલા શિક્ષકો થઈ રહેલા અન્યાય, કૃષિ અભ્યાસક્રમના ખાનગીકરણ અટકાવવાની ન્યાયિક માંગ રજૂ કરતાં કૃષિ સ્નાતકો માટે સચિવાલયમાં મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી ક્યારે મળશે?

વૈશ્વિક મહામારીમાં આર્થિક તકલીફોમાંથી પસાર થઈ રહેલા લાખો રિક્ષા ચાલકો, ફેરીયાઓ, દુકાનદારો પર જીએસટી, નોટબંધી અને ત્યારબાદ કોરોનાના કારણે પડી રહેલી પારાવાર મુશ્કેલીમાં તેમની ન્યાયિક માંગણીઓ માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના સલગ્ન મંત્રીઓ ક્યારે મુલાકાત આપશે?

મનરેગા, મધ્યાહન ભોજન, આશા વર્કર આંગણવાડી બહેનો સહિતના કર્મચારીઓ પૂરતા વેતન માટે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી સચિવાલયમાં ક્યારે મળશે?
Published by:kiran mehta
First published:August 23, 2020, 21:13 pm

ટૉપ ન્યૂઝ