કૉંગ્રેસમાં આંતરિક કલહ : જયરાજસિંહ પરમારના સમર્થનમાં આવ્યા પૂજા પ્રજાપતિ

News18 Gujarati
Updated: October 6, 2019, 2:42 PM IST
કૉંગ્રેસમાં આંતરિક કલહ : જયરાજસિંહ પરમારના સમર્થનમાં આવ્યા પૂજા પ્રજાપતિ
જયરાજસિંહ, પૂજા પ્રજાપતિ

કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારને ખેરાલુ વિધાનસભા બેઠક પર ટિકિટ ન મળતા તેમણે પ્રદેશ નેતૃત્વ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : ગુજરાત કૉંગ્રેસ પાર્ટીના આંતરિક કલહના અને જૂથવાદને કારણે ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આવા સંજોગોમાં કૉંગ્રેસન પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારને ખેરાલુ વિધાનસભાની ટિકિટ ન મળતા તેમણે પ્રદેશ નેતા નેતૃત્વ સામે બાંયો ચડાવી છે. હવે વધુ એક પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તાએ જયરાજસિંહ પરમારના સમર્થનમાં આવ્યા છે.

વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસનો આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારને ખેરાલુ વિધાનસભા બેઠક પર ટિકિટ ન મળતા તેમણે પ્રદેશ નેતૃત્વ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હવે જયરાજ સિંહના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા પૂજા પ્રજાપતિ પણ મેદાને આવ્યા છે.પૂજા પ્રજાપતિએ ફેસબુક પર પોસ્ટ કરતા જણાવ્યું છે કે, જયરાજસિંહ જેવા જમીની નેતાઓ પાર્ટીની પ્રથમ હરોળમાં આવે છે. નેતા તેને કહેવામાં આવે છે જેમને લોકો પસંદ કરી છે, એવા લોકોને નહીં જેમને ચાપલુસીથી ટિકિટ આપી દેવામાં આવે છે. જયરાજસિંહ પાકા કોંગ્રેસી છે. તેમને હું સમર્થન કરું છું. પ્રદેશ નેતૃત્વએ આ મામલાને ગંભીરતા લેવો જોઈએ.

જયરાજસિંહની નારાજગી બાદ બદરૂદીન શેખ અને હવે પૂજા પ્રજાપતિએ પણ પ્રદેશ નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા છે, ત્યારે જોવાનું રહેશ કે શું કોંગ્રેસ ઘીના ઠામમાં ઘી રાખવા પ્રયાસ કરે છે કે નહી?

'હું કંટાળ્યો છું, થાકી ગયો છું'રાજકારણમાંથી વિરામની જાહેરાત બાદ  ન્યૂઝ18 ગુજરાતીએ જયરાજસિંહ પરમાર સાથે આ અંગે તેમના વિચારો જાણવાનો પ્રયત્ન કર્યો છે. આ અંગે તેમણે કહ્યું, 'હું 18 વર્ષનો હતો ત્યારથી કૉંગ્રેસનાં પડદા અને પોસ્ટર લગાવવાનું કામ કરવાનું ચાલુ કર્યું હતું. મારો પરિવાર ત્રણ પેઢીથી કૉંગ્રેસમાં જોડાયેલો છે. મારા લોહીમાં કૉંગ્રેસ છે, મારા મનમાં કૉંગ્રેસ સિવાય કોઇ વાત નથી કરી. જે વિસ્તારમાંથી મેં ટિકિટ માંગી હતી, મારી નારાજગીમાં માત્ર મારી ટિકિટ માટે નથી પરંતુ કોંગ્રેસમાં જે જાતિવાદ ચાલે છે તેનાથી પણ છે. સારા લોકોનું કામ કૉંગ્રેસમાં છે કે કેમ તે પ્રશ્ન છે. આમા મારી વ્યક્તિગત વાત જ નથી, પરંતુ હવે કોઇકે તો બોલવું જ પડશે. હું કંટાળ્યો છું, થાકી ગયો છું જો આવું જ કરવાનું હોય તો જાહેર જીવનમાં રહેવાનો કઇ મતલબ નથી.'
First published: October 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading