હું અમિત શાહ અને PM મોદી જેવો અહંકારી નથી, શહીદો પર રાજનીતિ નહીં: શક્તિસિંહ

News18 Gujarati
Updated: March 12, 2019, 8:52 AM IST
હું અમિત શાહ અને PM મોદી જેવો અહંકારી નથી, શહીદો પર રાજનીતિ નહીં: શક્તિસિંહ
શક્તિસિંહ ગોહિલ

'કોંગ્રેસ પાર્ટીએ જ્યારે પાકિસ્તાનનાં બે ટુકડા કર્યા ત્યારે ઇન્દિરા ગાંધી કે કોંગ્રેસ પાર્ટીએ વોટ લેવાનો પ્રયત્ન ન હતો કર્યો. શહીદી પર કોઇ વોટ બેંકની રાજનીતિ ન થાય.'

  • Share this:
વિભૂ પટેલ, અમદાવાદ: આજે 12મી માર્ચે મંગળવારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અમદાવાદ આવશે. તેમના ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તથા અનેક નેતાઓ હાજર રહેશે. લોકસભા ચૂંટણી પ્રચાર માટેનું રણશિંગુ તેઓ અમદાવાદથી ફૂંકશે. આ અંગે આજે સવારે અમારી ટીમની વાતચીત કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલ સાથે થઇ હતી.

શક્તિસિંહ ગોહિલે વાત કરતા કહ્યું કે, ' CWC ગુજરાતમાં મળી રહી છે તે ખુબજ આનંદની વાત છે. આજે ઐતિહાસિક દિવસ છે. આપણા સૌના માટે ગર્વનો દિવસ છે. આજનાં જ દિવસે ગાંધીજીએ દાંડીકૂચ અંગ્રેજો સામે કરી હતી. 1961 પછી અહીં વર્કિંગ કમિટિની બેઠક અહીં મળી હતી. અમારા સંવાદદાતાએ શક્તિસિંહને પૂછ્યું કે તમે 26માંથી કેટલી બેઠકો જીતશો એના જવાબમાં તેમણે કહ્યું, હું અમિત શાહ અને નરેન્દ્ર મોદી જેવો અહંકારી નથી. વિધાનસભા સમયે તેઓ કહેતા હતાને કે મિત્રો 150થી વધારે જીતીશું પરંતુ 3 આંકડામાં પણ ન હતાં પહોંચ્યાં. આખરે લોકશાહીમાં જનતા જનાર્દન છે. હું જરૂર તેમને કહીશ કે ત્રાજવામાં મુકજો. આજે આખું ધ્યાન બીજી બાજુ લઇ જવાય છે. કોંગ્રેસ પાર્ટીએ જ્યારે પાકિસ્તાનનાં બે ટુકડા કર્યા ત્યારે ઇન્દિરા ગાંધી કે કોંગ્રેસ પાર્ટીએ વોટ લેવાનો પ્રયત્ન ન હતો કર્યો. શહીદી પર કોઇ વોટ બેંકની રાજનીતિ ન થાય.'

તેમણે આગળ કહ્યું કે, 'ખેડૂતોનું દેવું માફ થાય, યુવાનોને રોજગારી અપાય, ગુજરાતનું હિત થાય, લોકોની હિત માટેની વાત કરીને વોટો મંગાય અને ચૂંટણી લડાય.'

આ પણ વાંચો: હાર્દિક આજે કોંગ્રેસનો થશે : અનામત આંદોલનથી લઈને કોંગ્રેસ સુધીની સફર પર નજર

કોંગ્રેસમાંથી ધારાસભ્યો ભાજપમાં જોડાઇ રહ્યાં છે તે અંગે વાત કરતાં જણાવ્યું કે, 'સામ, દામ, દંડ, ભેદ એક લેવલ સુધી ચાલે પરંતુ લોકશાહીનાં થોડા સિદ્ધાંતો છે. બીજેપી કહે છે કે અમારી પાસે કેડર છે સારા માણસો છે તો કેમ કોંગ્રેસનાં નેતાઓને લઇને મંત્રી બનાવવા પડે છે. આ એ જ દર્શાવે છે કે બીજેપીમાં કેટલી ગભરામણ છે. જે કાલ સુધી તમારા વડાપ્રધાનને નંદા ગાંડા સાથે સરખાવતા હોય તે પણ તમારે ભુલવું પડે તેનાથી દયાજનક પરિસ્થિતિ ભાજપ માટે બીજી કોઇ ન હોય શકે.'
First published: March 12, 2019, 8:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading