JEE-NEETની પરીક્ષા મામલે કૉંગ્રેસનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન

News18 Gujarati
Updated: August 28, 2020, 12:38 PM IST
JEE-NEETની પરીક્ષા મામલે કૉંગ્રેસનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન
સુરત ખાતે વિરોધ પ્રદર્શન.

JEE મેઇન પહેલી સપ્ટેમ્બરથી છઠ્ઠી સપ્ટેમ્બર અને NEETની પરીક્ષા 13મી સપ્ટમ્બરના રોજ યોજાશે.

  • Share this:
અમદાવાદ : JEE અને NEETની પરીક્ષા બાબતે કૉંગ્રેસે (Congress Party) રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. જે અનુસંધાને આજે રાજ્યના અમદાવાદ, સુરત સહિત મુખ્ય શહેરોમાં કૉંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. કૉંગ્રેસ પાર્ટી માંગણી કરી રહી છે કે હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ પરીક્ષાને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે. જોકે, બીજી તરફ સુપ્રીમ કોર્ટે (Supreme Court) તાજેરમાં જ આ બંને પરીક્ષા પર સ્ટે મૂકવાનો ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ યૂજીસી (UGC)ના નિર્ણયને બરકરાર રાખતાં કહ્યું છે કે અંતિમ વર્ષની પરીક્ષાઓ 30 સપ્ટેમ્બર સુધી યોજવામાં આવે. કોર્ટે કહ્યું કે, રાજ્ય અંતિમ વર્ષની પરીક્ષાઓ વગર સ્ટુડન્ટ્સને પ્રમોટ ન કરી શકે. આદિત્ય ઠાકરેની યુવા સેના સહિત અનેક અરજીઓમાં કોરોના વાયરસ સંકટની વચ્ચે પરીક્ષાઓ રદ કરવાની માંગ કરવામાં આવી

વિદ્યાર્થીઓના જીવ સાથે રમત ન રમો : અમિત ચાવડા

અમદાવાદ ખાતે NEET અને JEEનો વિરોધ કરતા ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, "કૉંગ્રેસ પાર્ટીનું માનવું છે કે પરીક્ષા લેવી જરૂરી છે પરંતુ વિદ્યાર્થીઓના જીવથી વધારે જરૂરી નથી. પીએમ મોદીએ પોતાના મનની વાત કરી હતી, જેને દેશના લોકોએ સાંભળી હતી. હવે વિદ્યાર્થીઓ પોતાના મનની વાત કરી રહ્યા છે તેને તંત્ર સાંભળવા માટે તૈયાર નથી. કૉંગ્રેસ પાર્ટી વિદ્યાર્થીઓના મનની વાતને સમર્થન કરે છે. કૉંગ્રેસ પાર્ટી સરકારને વિનંતી કરે છે કે આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે. અમે પરીક્ષા લેવાની ના નથી કહી રહ્યા પરંતુ હાલ તેને મોકૂફ રાખવાની માંગ કરીએ છીએ. જેથી વિદ્યાર્થીઓના જીવ પર જોખમ ન ઊભું થાય."



આ મામલે કૉંગ્રેસ પ્રવક્ત ડૉક્ટર મનિષ દોશીએ જણાવ્યું હતું કે, "ખુદ ભારત સરકાર એવું કહી રહી છે કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેવા સમયે પરીક્ષા યોજવી યોગ્ય નથી. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ આપણા સૌની ફરજ છે. શાળા-કૉલેજો અને શિક્ષણ કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓ ડરના માર્યા પરીક્ષા આપશે તો તેને તેની મહેનતનું યોગ્ય પરિણામ નહીં મળે. વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે તે માટે યોગ્ય વાતાવરણ હોવું જરૂરી છે. આ મામલે તમામે શાંતિથી વિચારવાની જરૂર છે."
ઉલ્લેખનીય છે કે JEE મેઇન પહેલી સપ્ટેમ્બરથી છઠ્ઠી સપ્ટેમ્બર અને NEETની પરીક્ષા 13મી સપ્ટમ્બરના રોજ યોજાશે. આ માટે એડમિટ કાર્ડ પણ ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી 90 ટકાથી વધારે વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી લીધા છે. આ વર્ષે આશરે 9.53 લાખ વિદ્યાર્થીઓએ JEE મેઇન માટે અને 15.97 લાખ વિદ્યાર્થીઓએ NEET માટે નોંધણી કરાવી છે.
Published by: Vinod Zankhaliya
First published: August 28, 2020, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading