લોકસભા ચૂંટણીના મતદાનને હવે બે દિવસ બાકી છે, રાજ્યમાં તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. તો કોંગ્રેસે ફરી બેઠી થવા નવા જોમ સાથે આ વખતની ચૂંટણીના મેદાને ઉતરી છે. ત્યારે અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ ઉપસ્થિત રહ્યાં હતા. આ પત્રકાર પરિષદમાં સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોનો કોંગ્રેસને કેવો સાથ મળ્યો, તથા ભાજપના નકારાત્મક પ્રચાર અંગે વાત કરવામાં આવી હતી.
ને કોંગ્રેસનો સાથ આપવા અને સરકાર સામે નારાજગી મત આપી વ્યક્ત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદથી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસ સુધી ગુજરાતમાં લોકસભાની 26 બેઠકમાં કોંગ્રેસને બહોળું સમર્થન મળ્યું છે. આ દરમિયાન અમારા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ગુજરાત આવ્યા જેનાથી કોંગ્રેસના કાર્યકરોમાં નવો જુસ્સો આવ્યો છે. અમે અમારા મુદ્દાઓને લઇને લોકો સુધી આક્રોસ સાથે પ્રચાર કર્યો.
અમિત ચાવડાએ કહ્યું કે આજે જનતા ભાજપ-કોંગ્રેસના પ્રચારને સરખાવશે તો ચોક્કસપણ ભેદ જોવા મળશે કે કોંગ્રેસે ખુબ જ હકારાત્મક રીતે મુદ્દા આધારિત તથા સરકાર બનશે તો કેવી યોજનાઓ લાવશે તે અંગેની વાત કરી, જ્યારે સામા પક્ષે ભાજપના નેતાઓએ હલકી ભાષાનો ઉપયોગ કરી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી નકારાત્મક પ્રચાર કર્યો હતો.
તો ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાનું બહોળું સમર્થન મળ્યું છે. સાથે તેઓએ જણાવ્યું કે 2014માં ભાજપે કરેલા વાયદા પૂર્ણ કર્યા નથી, જેમાં 15 લાખ, રોજગારી અને મોંઘવારી ઘટી નથી.