રાજ્યમાં સૌહાર્દ અને ભાઇચારો જાળવવા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અપીલ

News18 Gujarati
Updated: November 9, 2019, 2:41 PM IST
રાજ્યમાં સૌહાર્દ અને ભાઇચારો જાળવવા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અપીલ

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ: દેશનાં સૌથી ચર્ચિત અયોધ્યા કેસનાં ચૂકાદા પર ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિસદ સંબોધી છે. તેમણેને સુપ્રીમ કોર્ટનાં અયોધ્યા મામલે આવેલાં ચૂકાદાનું સન્માન પૂર્વક સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, સમગ્ર કોંગ્રેસ પક્ષ સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનું સન્માન પૂર્વક સ્વાગત કરે છે.

અયોધ્યા મામલે આવેલા ચૂકાદા બાદ અમિત ચાવડાએ રાજ્યમાં સૌહાર્દ અને ભાઇચારો જાળવી રાખવા પણ અપીલ કરી છે.

લાંબા સમયથી વિવાદિત અયોધ્યા મામલે આવેલાં સુપ્રીમ કોર્ટનાં ચૂકાદાનું સમગ્ર કોંગ્રેસ પક્ષ સન્માન કરે છે. વિવિધ ધર્મ જાતિથી બનેલો દેશ,વિવિધતામાં એકતામાં માનનારા આ દેશનાં સંવિધાનનું આપણે સૌ ગર્વ લઇએ છીએ. આ ચૂકાદાથી દેશનાં તમામ સમુદાય, પક્ષ અને અપીલ કરીએ છીએ, આપણાં દેશમાં ભાઇચારા, એકતા અને સર્વ ધર્મ સમભાવની સંસ્કૃતિ રહી છે જે જળવાઇ રહે તેવી સૌને અપીલ કરીએ છીએ.

મહાત્મા ગાંધીજીનાં સત્ય અહિંસા પ્રેમનાં મુલ્યોને આગળ વધારી દેશના તમામ જાતિ ધર્મનું સન્માન જળવાય અને આપણે સૌ આગળ વધીએ તેવી ભાવના સાથે કોંગ્રેસ પક્ષ સુપ્રીમ કોર્ટનાં આ નિર્ણયનું સન્મા
First published: November 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading