ભ્રષ્ટાચાર મુક્ત ભારત નહીં પરંતુ ભય મુક્ત ભ્રષ્ટાચાર થઇ રહ્યો છેઃ રાજીવ સાતવ

News18 Gujarati
Updated: August 14, 2018, 12:06 PM IST
ભ્રષ્ટાચાર મુક્ત ભારત નહીં પરંતુ ભય મુક્ત ભ્રષ્ટાચાર થઇ રહ્યો છેઃ રાજીવ સાતવ
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની ફાઇલ તસવીર

અમદાવાદ એરપોર્ટ ઉપર મીડિયા સાથે વાત કરતા તેમણે ભાજપ સરકાર ઉપર વિજય માલ્યા, નિરવ મોદી, લલિત મોદી, મગફળીકાંડ જેવા વિવિધ મુદ્દાઓને લઇને પ્રહારો કર્યા હતા.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આજે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર આકરાં પ્રહાર કર્યા હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર મીડિયા સાથે વાત કરતા તેમણે ભાજપ સરકાર ઉપર વિજય માલ્યા, નિરવ મોદી, લલિત મોદી, મગફળીકાંડ જેવા વિવિધ મુદ્દાઓને લઇને પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સંસદ ભવનથી વિજય માલ્યા ભાગ્યો ત્યારે સરકાર જોતી રહી હતી. હજારો કરોડો રૂપિયાનો ચુનો લગાડનારને ભગાડવા માટે સરકારે મદદ કરી હતી. સાથે સાથે ભાજપ સરકાર ગુજરાતની વિધાનસભા ભંગ કરવા ઇચ્છતી હોય તે એની જાહેરાત કરે એમ પણ કહ્યું હતું. ઉલ્લેખનયી છે કે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આજે મંગળવારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા હતા.

સાજીવ સાતવેએ ભાજપ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપનો 2014ની લોકસભાની ચૂંટણીનું સુત્ર હતું. તો ભ્રષ્ટાચાર મુક્ત ભારત હતો. જોકે, ભય મુક્ત ભ્રષ્ટાચાર કેન્દ્રમાં અને રાજ્યોમાં થઇ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષથી દેશમાં અને આ પ્રદેશમાં જે જે મામલાઓ સામે આવ્યા છે. જેવી રીતે વિજય માલ્યા સંસદ ભવનથી ભાગ્યો ત્યારે સરકાર જોતી રહી હતી. નવિર મોદીનો કેસ હોઇ શકે છે, લલિત મોદીનો કેસ હોઇ શકે છે. હજારો કરોડો રૂપિયાનો ચુનો લગાડીને ભગાડવા માટે સરકારે મદદ કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના જે જે મુદ્દાઓ અત્યારે સુધીમાં સામે આવ્યા છે. એની સામે સરકારે કોઇ પગલાં લીધા નથી. દેશમાં સૌથી મોટા ભ્રષ્ટાચારની વાત કરીએ તો રાફેલ વિમાન ડીલ ગણી શકાય છે. જે કંપનીને રમકડાં બનાવવાનો અનુભવન નથી તેને લડાકુ વિમાન બનાવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આમ સામાન્ય જનતાના હજારો કોરડો રૂપિયા જઇ રહ્યા છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારની વાત કરીએ તો આશરે 4000 હજાર કરોડ રૂપિયાની મગફળીકાંડ સામે આવ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો તપાસની માંગણી કરતા હતા.

કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન આપ્યા બાદ ભાજપ સરકાર મગળફી મુદ્દે સરકાર બોલતી થઇ છે. મગફળી કાંડમાં જે જે ગુનેગારો છે એમની જેલમાં પુરવા અને તેની સજા કરવાની માંગ છે. અને આગામી દિવસોમાં વધારે વિસ્તારથી વિરોધ કરીશું. આ ઉપરાંત સંગઠનમાં ફેરફાર અંગે જણાવતા તેમણે જણાવ્યું હતું કે, આવનારા 10 દિવોસમાં સંગઠનમાં ફેરફાર થશે. પ્રદેશ લેવલે ફેરફાર થશે. સાથે સાથે નવા પ્રદેશ અધ્યક્ષોની પણ નિમણૂંક થઇ છે અને આવનારા દિવસોમાં બીજા પણ પ્રદેશ અધ્યક્ષોની નિમણૂંક થઇ શકે છે.

એક દેશ એક ચૂંટણી અંગે રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગુજરાતની વિધાનસભા ડિઝોલ કરવા તૈયાર છે. ગુજરાતની વિધાનસભા ભંગ કરવા ઇચ્છતા હોય તો તેની જાહેર કરે. છેલ્લા ચાર વર્ષમાં દેશના લોકોનું દેવું વધ્યું છે.
First published: August 14, 2018, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading