કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો પડવાની શક્યતા, જયરાજ સિંહ પરમાર પાર્ટીથી નારાજ

News18 Gujarati
Updated: October 4, 2019, 10:21 PM IST
કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો પડવાની શક્યતા, જયરાજ સિંહ પરમાર પાર્ટીથી નારાજ
કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો પડવાની શક્યતા, જયરાજ સિંહ પરમાર પાર્ટીથી નારાજ

ગુજરાત કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને યુવા નેતા જયરાજ સિંહ પરમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : ગુજરાત કૉંગ્રેસ પાર્ટીના આંતરિક કલહના અને જુથવાદના કારણે ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આવા સંજોગોમાં કૉંગ્રેસમાંથી વધુ એક નેતાની નારાજગી સામે આવી છે.

વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસને વધુ એક મોટો ઝટકો પડવાની શક્યતા જોવામાં આવી રહી છે. ગુજરાત કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને યુવા નેતા જયરાજ સિંહ પરમારે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર એક પોસ્ટ કરી છે. જેના દ્વારા પાર્ટી પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

જયરાજ સિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું છે કે વ્હાલા મિત્રો જાહેરજીવન અને પક્ષની રાજનીતિથી થાક્યો છું. વિરામની જરૂર હોય તેવું લાગી રહ્યું છે...જયમાતાજી.

જયરાજ સિંહ પરમારે કરેલ પોસ્ટ


આ પણ વાંચો - ભાજપમાં આંતરિક લડાઈ! ત્રણ બેઠકો પર ભાજપ માટે આકરાં ચઢાણ

વિધાનસભાની પેટા ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તા જયરાજ સિંહ પરમારને ખેરાલુ બેઠકના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. જોકે પક્ષે તેમની અવગણના કરીને ખેરાલુ બેઠક પર બાબુજી ઠાકોરને ટિકિટ આપી છે. સતત ત્રીજી વખત ટિકિટ કપાતા જયરાજ સિંહની નારાજગી સામે આવી છે. તેમણે જાહેર કરેલ પોસ્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે પક્ષની રાજનીતિથી થાક્યો છું. જેનો મતલબ પક્ષની અંદર ચાલતા આંતરિક જુથવાદ તરફ ઇશારો છે.રાજયમાં 21મી ઑક્ટોબરે 6 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થશે જ્યારે 24મી ઑક્ટોબરે મતગણતરી યોજાશે. ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા ખેરાલુ બેઠક ખાલી થઈ છે.

ઉલ્લેખનીય છે કૉંગ્રેસ પાર્ટી ફક્ત ગુજરાતમાં જ નહીં મહારાષ્ટ્ર વિધાનસભા અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસ પાર્ટીમાં આંતરિક કલહના કારણે ઘણા નેતાઓ નારાજ છે.
First published: October 4, 2019, 9:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading