Home /News /madhya-gujarat /

'પેપર લીક' મામલે ગુજરાત કોંગ્રેસનું કડક વલણ, મુખ્યમંત્રી સાથે કરશે ચર્ચા

'પેપર લીક' મામલે ગુજરાત કોંગ્રેસનું કડક વલણ, મુખ્યમંત્રી સાથે કરશે ચર્ચા

ગુજરાત કોંગ્રેસનો કાર્યક્રમ

Gujarat Paper leak: પેપર લીક કૌભાંડમાં સરકારને ઘેરવા કોંગ્રેસ રસ્તાઓ પર આવશે. આગામી 22 ડિસેમ્બર કોંગ્રેસ કાર્યાલયથી કલેકટર કચેરી સુધી બાઇક રેલી યોજશે.

અમદાવાદ: કોંગ્રેસ કાર્યલાય (Congress Office) ખાતે પ્રદેશ પ્રવક્તા અને મિડીયા પેનાલિસ્ટનો વર્કશોપનું આયોજન કરાયું હતું . કાર્યક્રમમાં  કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા (Pavan Khera in Ahmedabad) ખાસ હાજર રહ્યા હતા. તેમજ કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા પ્રતિભા ખોજ અભિયાનનું લોન્ચીગ કર્યુ હતું. “ બોલશે તો બદલાશે ગુજરાત “ સ્લોગન સાથે પ્રતિભા શોધ અભિયાન શરૂ કરાયુ હતું.

કોંગ્રેસ દ્વારા પ્રતિભા ખોજ અભિયાન અતંર્ગત આયોજીત પ્રેસમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે  પેપર લીક કૌભાંડમાં નિવેદન આપતા કહ્યું હતુ કે, કોંગ્રેસ આ મુદ્દે આક્રમક બની દેખાવ કરશે . પેપર લીક કૌભાંડમાં સરકારને ઘેરવા કોંગ્રેસ રસ્તાઓ પર આવશે. આગામી 22 ડિસેમ્બર કોંગ્રેસ કાર્યાલયથી કલેકટર કચેરી સુધી બાઇક રેલી યોજશે.  21 ડિસેમ્બરે વિપક્ષ શ્વેતાંબર ઓફિસમાં ધારાસભ્યોની બેઠક યોજશે. ત્યારે પેપર કૌભાંડને લઈ મુખ્યમંત્રીને રજુઆત કરવા સમય માંગવામા આવશે .

ગુજરાત કોંગ્રેસનો કાર્યક્રમ


કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વધુમા જણાવ્યુ હતુ કે, ગુજરાતના બેરોજગાર યુવકોને ખબર છે કે કેટલા પેપર ફૂટ્યા છે. ભાજપની ઇવેન્ટ થાય તો એમાં સામેલ લોકો પણ કાંડમાં જોડાયેલા છે .  પેપર ફોડવાવાળા અને ઇવેન્ટ વાળા પણ એક જ છે . જો ભાજપ સરકારને જરા પણ શરમ હોય તો મુખ્યમંત્રી બેરોજગાર યુવાઓની માફી માંગવી જોઇએ. જે દિવસે પરીક્ષા રદ થાય અને એજ દિવસે નવી તારીખો જાહેર કરવા કોંગ્રેસની માંગ છે. જ્યાં સુધી બેરોજગાર યુવકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ લડત ચલાવશે.

આ પણ વાંચો - Paper Leak: હેડ ક્લાર્કની પરીક્ષા રદ થવી જોઈએ કે નહીં, જાણો શું કહી રહ્યા છે નિષ્ણાંતો

કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ સરકરા પર પ્રહાર કરતા કહ્યું હતુ કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 9 વાર પેપર લીક થયા છે . 25 વર્ષ થી ભાજપ સરકારમાં બેરોજગારી આસમાન પર પહોંચા છે .  ભુતકાળમા એલઆરડી, સચિવાલયની પરીક્ષાઓમાં પણ પેપર લીક થયા હતા .

એકવાર લીક થાય તો સમજી શકાય કે ભુલ થઈ હશે . પરંતુ 9 વાર પેપર લીક થવું કૌભાંડ છે. પહેલા અસિત વોરા એ તો સ્પષ્ટ કહ્યું હતું કે પેપર લીક થયું નથી. જેમની ધરપકડ થઈ એજ ગુનેગાર છે કે અન્ય લોકો છે એ સ્પષ્ટ થવું જોઈએ.ખરા અર્થમાં ગુનેગાર પરીક્ષા આયોજક એટલે ગૌણ સમિતિ મંડળના ચેરમેન અસિત વોરા છે . પહેલું રાજીનામુ અસિત વોરાનું આવવું જોઈતું હતું . હાલ અસિત વોરાને તો ભાજપ સરકાર બચાવી રહી છે.

ભાજપ પ્રમુખ સી આર પાટીલે કાર્યકરોને નોકરી આપવાનું કહ્યું અને ત્યારબાદ પેપર ફૂટ્યા છે. શું સી આર પાટીલ આવી રીતે કાર્યકરોને રોજગારી આપવા માંગે છે?  સી આર પાટીલ ના નિવેદન બાદ પેપર લીક કાંડ કેસ વધ્યા છે.  હાઇકોર્ટના જજ પાસે પેપરલીક કાંડની તપાસ થવી જોઈએ . જો સરકાર યોગ્ય તપાસ નહીં કરાવે તો નાગરિકોમાં આવિશ્વાસ ઉભો થશે.

કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસમા સંગઠન પર બોલતા કહ્યું હતુ કે આગામી 15 જાન્યુઆરી સુધી કોંગ્રેસનું સંગઠન માળખું જાહેર થશે. મારા પ્રભારી બન્યા બાદ એક મહિનામાં પ્રમુખ, નેતા વિપક્ષની નિમણુંકો કરી દેવાઈ છે . આગામી સમએ અલગ-અલગ ઝોનમાં જઈશું . જિલ્લાના નેતાઓ સાથે વાર્તાલાપ બાદ નિર્ણય લેવાશે. કાર્યક્ષમ કાર્યકરને જવાબદારી સોંપી નિષ્ક્રિયને હટાવાશે.

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યુ હતુ કે વાયબ્રન્ટ સમિટી બેનર જોયા છે તે માત્ર ગુજરાત જાહેરાત પુરતી જ છે . ભાજપના પાયો માત્ર જૂઠ્ઠનો આધાર છે .
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Congress, Paper leak, ગુજરાત

આગામી સમાચાર