કેશની તંગી મામલે કોંગ્રેસનો આરોપ: 'ભાજપ કરે એશ, જનતા શોધે કેશ'

News18 Gujarati
Updated: April 17, 2018, 5:54 PM IST
કેશની તંગી મામલે કોંગ્રેસનો આરોપ: 'ભાજપ કરે એશ, જનતા શોધે કેશ'

  • Share this:
અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીએ રોકડનાણાની ઉભી થયેલી તંગી બાબતે ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે, ભાજપ એશ કરે છે અને આમ જનતા એટીએમમાં કેશ શોધે છે.

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ કહ્યું કે, "સામાજીક પ્રસંગો, લગ્ન પ્રસંગો અને ખેડૂતોને ખેતીની વિવિધ જરૂરિયાતો માટે પોતાના જ નાણાં બેન્કમાંથી ન મળતા હોવાથી પારાવાર મુશ્કેલી ઉભી થઈ છે અને બીજી બાજુ બેન્કોમાંથી ખાતેદારોને યોગ્ય જવાબ મળતો નથી. એ.ટી.એમ. માં નાણાં નથી તેવા પાટીયા લાગે છે ત્યારે કેન્દ્રની મોદી સરકારે પ્રજાને પોતાના નાણાં ઉપાડવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં નિષ્ફળ હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર નાણાંકીય સંસ્થા, બેન્કો અને નાણાંકીય નિયમન કરતી રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાનું વર્ષો જૂનુ સુદ્રઢ માળખું તોડી નાંખવાની કામગીરી કરી રહી છે. દેશમાં વગર વિચારે રાતોરાત નોટબંધી થોપી દેવામાં આવી હતી. જે તે સમયે નોટબંધી લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલ ફાયદાઓમાંથી એકપણ ફાયદા અર્થતંત્રમાં જોવા મળ્યા નથી. ઉલટાનું સાચી દિશામાં મજબૂતીથી આગળ વધી રહેલા અર્થતંત્રને હચમચાવી નાંખ્યું છે.નોટબંધીના કારણે લાખો નોકરીઓ ગુમાવવામાં આવી છે. ધંધા-રોજગાર પર માઠી અસર થઈ છે. દેશના ઉત્પાદન પર પણ ગંભીર અસર પડી છે. દેશના આયાત અને નિકાસ પર અસર થઈ છે".

દોશીએ વધુમાં જણાવ્યું કે, "મોદી સરકારે આમજનતાને જણાવવું જોઇએ કે, નોટબંધીમાં કેટલી નોટો જમા થઈ ? કેટલી નોટો ડુપ્લીકેટ હતી? કેટલું નાણું કાળુ હતું? આ અંગે દેશની જનતા જાણવા માંગે છે. ડિઝીટલ પેમેન્ટ અને કેશલેસની વાતો કરતી મોદી સરકારમાં મોટા ભાગની બેન્કોમાં નાણાં નથી. એ.ટી.એમ. માં કેશનથી ના પાટીયા લટકે છે ત્યારે, કેશલેસની વાતો કરતી મોદી સરકારમાં લેસકેશની સ્થિતિ પેદા થઈ છે. મોદી સરકારની નજર નીચે કરોડો રૂપિયાના બેન્ક કૌભાંડોને લીધે કુત્રિમ નાણાંકીય અછત ઉભી કરવામાં આવી હોય તેમ જણાય છે."

ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, "બેન્કમાં અપૂરતું બેલેન્સ, મીનીમમ બેલેન્સ, સર્વિસ ચાર્જ સહિત અનેક સેવાઓના નામે ગ્રાહકો પાસેથી નાણાંની આડેધડ વસૂલાત-દંડ કરવામાં આવે છે ત્યારે પોતાના જ જમા કરાવેલા નાણાં જરૂરિયાત સમયે ઉપાડતી વખતે સર્વિસ આપવામાં નિષ્ફળ બેન્કોએ પણ ગ્રાહકોને નાણાં ચૂકવવા જોઈએ."
First published: April 17, 2018, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading