ગુજરાત કોંગ્રેસ કરશે 'હાર' પર મંથન, મહેસાણામાં બોલાવી છે બેઠક

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 20, 2017, 11:55 AM IST
ગુજરાત કોંગ્રેસ કરશે 'હાર' પર મંથન, મહેસાણામાં બોલાવી છે બેઠક

  • Share this:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પહેલા કરતાં સારૂં પરિણામ મળ્યું છે પરંતુ તે સત્તા પર આવી શકી નથી. જેના કારણે હારનું સરવૈયું કરવા માટે મહેસાણામાં તારીખ 20 એટલે આજથી 22મી સુધી ત્રણ દિવસ બેઠકનું આયોજન કર્યું છે.

આજથી શરૂ થતી બેઠકમાં પરિણામો અંગે પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સભ્યો સાથે વિચારવિમર્શ કરશે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ જિલ્લા અને તાલુકા પ્રમુખો, ઉપપ્રમુખો સહિતના આગેવાનો હાજર રહેવાના છે. બેઠકના છેલ્લા દિવસે 22મી ડિસેમ્બરે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થશે.

કોંગ્રેસ આટલા પ્રયત્નો છતાંપણ ચૂંટણીમાં કેમ હારી તેના કરાણો જાણવા માટે આ બેઠક બોવાલાઈ છે. આ બેઠકમાં તાલુકા અને જિલ્લા પ્રમુખો ઉપરાંત પ્રદેશ કારોબારી સભ્યો, પ્રદેશના ડેલિગેટ, વિધાનસભા બેઠકના નિરીક્ષકો અને ઉમેદવારો તેમજ 2014ની લોકસભા ચૂંટણીમાં હારેલા ઉમેદવારોને જિલ્લા મુજબ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. આ આગેવાનો સાથે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત વન ટુ વન ચર્ચા કરશે. અભિપ્રાય મેળવ્યા બાદ કોંગ્રેસ હારનું કારણ શું તે દર્શાવતો રિપોર્ટ પણ બનાવશે.
First published: December 20, 2017, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading