ભાજપને ઘેરવાનો કોંગ્રેસનો માસ્ટર પ્લાન, ધારાસભ્યોને આપશે તાલીમ

News18 Gujarati
Updated: February 9, 2018, 12:58 PM IST
ભાજપને ઘેરવાનો કોંગ્રેસનો માસ્ટર પ્લાન, ધારાસભ્યોને આપશે તાલીમ
તારીખ 9,10 અને 11 ફેબ્રુઆરીએ પ્રશિક્ષણ તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

તારીખ 9,10 અને 11 ફેબ્રુઆરીએ પ્રશિક્ષણ તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

  • Share this:
ગાંધીનગર: કોંગ્રેસનાં નવાં ચૂંટાયેલા ધારાસભ્યો માટે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવાં ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભાના પાઠ ભણાવવામાં આવશે. કોંગ્રેસના 77 ધારાસભ્યમાંથી 45 ધારાસભ્યો નવા છે. જેઓ પ્રથમ વખત ગૃહમાં જવાના છે. તેમને તાલીમ આપવામાં આવશે.

આજથી પ્રશિક્ષણ શિબિરનું આયોજન
તારીખ 9,10 અને 11 ફેબ્રુઆરીએ પ્રશિક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ દહેગામ-ગાંધીનગર હાઈવે પર આવેલા એક ખાનગી રિસોર્ટમાં યોજાશે. અને આ શિબિરમાં દિલ્હીથી નિષ્ણાતો ગૃહની

કામગીરીથી અવગત કરાવશે.

ભાજપને હરાવવાનો છે પ્લાન
દિલ્હીથી આવનારી ટીમ કોંગ્રેસી સભ્યોને ભાજપ સરકારને ઘેરવા માટે રણનિતિ પણ ઘડવામાં આવશે. અને ખાસ વિધાનસભા ગૃહની કામગીરી અંગે જાણકારી અપાશે.મિશન 2019
કોંગ્રેસ ઇચ્છે છે કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપને કાંટે કી ટક્કર આપે આ માટેની તૈયારીઓ તેમણે હાલથી જ શરૂ કરી દેવી પડશે. જેથી આ તૈયારીનાં ભાગ સ્વરૂપે ગુજરાતનાં નવા ચૂંટાયેલા સભ્યો માટે ખાસ ક્લાસ ગોઠવવાની તૈયારીઓ કરવામાં આવી છે.
First published: February 9, 2018, 11:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading