ગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓએ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો

News18 Gujarati
Updated: December 27, 2018, 2:43 PM IST
ગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓએ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો
બુધવારે રાત્રે કોંગ્રેસના નેતાઓ અર્જુન મોઢવાડિયાને ઘરે પહોંચ્યા હતા.

અર્જુન મોઢવાડિયાને ઘરે રાત્રે મળેલી બેઠકમાં દિનશા પટેલ, અલ્પેશ ઠાકોર, શૈલેષ પરમાર સહિતના નેતાઓ હાજર હતા. આ

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદઃ જસદણની પેટા ચૂંટણીમાં હાર મળ્યાં બાદ કોંગ્રેસમાં ધીમે ધીમે કકળાટ શરૂ થયો છે. ચૂંટણી પહેલા જ કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે જો આ ચૂંટણીમાં પક્ષને હાર મળશે તો પક્ષમાં અસંતુષ્ટ નેતાઓને નેતાગીરી સામે અવાજ ઉઠાવવાનો મોકો મળી જશે. આજ સંદર્ભે બુધવારે રાત્રે કોંગ્રેસના નારાજ નેતાઓએ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના ઘરે બેઠક કરી હતી. જે બાદ નારાજ નેતાઓએ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો હોવાની માહિતી મળી છે. આ બેઠકમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય, પૂર્વ સાંસદો અને વરિષ્ઠ નેતાઓ મળીને કુલ 15 જેટલા લોકો હાજર રહ્યા હતા.

દિલ્હી પહોંચશે કકળાટ

મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસનો કકળાટ હવે દિલ્હી દરબાર પહોંચશે. અર્જુન મોઢવાડિયા સહિતના નારાજ નેતાઓએ હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળીને બળાપો કાઢવાનું નક્કી કર્યું છે. નારાજ નેતાઓ ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ સામે તેમની અવગણના કરવામાં આવતી હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે.

અર્જુન મોઢવાડિયાને ઘરે રાત્રે મળેલી બેઠકમાં દિનશા પટેલ, અલ્પેશ ઠાકોર, શૈલેષ પરમાર સહિતના નેતાઓ હાજર હતા. આ સંદર્ભે હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતના પ્રવાસે આવીને નારાજ નેતાઓને મનાવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચોઃ મહેસૂલ ખાતું સૌથી ભ્રષ્ટ- રૂપાણી; ભાજપ રાજમાં આમ જ ચાલે છે- કોંગ્રેસ

અર્જુન મોઢવાડિયાએ કર્યું ટ્વિટમોડી રાત્રે નિવાસસ્થાને બેઠક અંગે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, "2019ની લોકસભાની ચૂંટણી માટે આત્મમંથન તેમજ કોંગ્રેસ પાર્ટીને વધારે મજબૂત કરવા માટેની ચર્ચા કરવા માટે @INCGujaratના નેતાઓની એક બેઠક મારા ઘરે યોજાઈ હતી. યુવા અને વરિષ્ઠ નેતાઓ સાથે આ પ્રકારના વાર્તાલાપથી ભવિષ્યમાં પાર્ટીને ખૂબ ફાયદો થશે."

કોંગ્રેસી નેતાઓની નારાજગીના કારણો

1) નવા સંગઠનમાં સિનિયર નેતાઓની સતત અવગણના
2) નવા પ્રમુખની જાહેરાત બાદ સિનિયર નેતાઓની અવગણના
3) નવી નિમણૂકોને લઈને ન લેવાયો અભિપ્રાય
4) પ્રદેશ કારોબારીમાં નહોતું અપાતું આમંત્રણ
5) જસદણની પેટાચૂંટણીમાં ન લેવાઈ સલાહ
6) ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં પણ ન લેવાયો અભિપ્રાય
7) જસદણની પેટાચૂંટણીમાં સિનિયર નેતાઓને ન અપાયું કામ
8) જે બેઠક કોંગ્રેસ પક્ષની હતી તે મજબૂતાઈથી ન લડી શક્યા
9) સિનિયર નેતાઓના અનુભવની પણ કરાઈ અવગણના
10) સમગ્ર દેશમાં કોંગ્રેસનો માહોલ છતા પેટાચૂંટણી કોંગ્રેસ હારી
11) છેલ્લા કેટલાક સમયથી નારાજ ચાલી રહ્યા હતા નેતાઓ
12) જસદણની ચૂંટણીએ ભેગા થવાનું આપ્યું બળ
13) રાજીવ સાતવે નારાજ નેતાઓને મનાવવામાં અસમર્થ રહ્યા
First published: December 27, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading