બદ્દરુદ્દીન શેખની ચીર વિદાયથી અમદાવાદે સાચો જન સેવક ગુમાવ્યો : ગુજરાત કૉંગ્રેસ

બદ્દરુદ્દીન શેખની ચીર વિદાયથી અમદાવાદે સાચો જન સેવક ગુમાવ્યો : ગુજરાત કૉંગ્રેસ
બદુરુદ્દીન શેખની ફાઇલ તસવીર

'તેઓ નાનામાં નાના માણસને કઇ રીતે મદદરૂપ થાય તે માટે હંમેશા તત્પર રહેતા.'

 • Share this:
  અમદાવાદ : કૉંગ્રેસના (Gujarat congress) નેતા અને અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખનું (Badruddin Sheikh) એસવીપી હોસ્પિટલમાં (SVP Hospital) રવિવારે મોડી રાત્રે કોરોના વાયરસના (coronavirus) સંક્રમણને કારણે અવસાન થયું છે. ગત સપ્તાહે કોરોના પોઝિટિવ આવતા તેઓ અને તેમના પત્નીને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. દરમિયાન તેમની કીડની પર અસર થતા દર બે દિવસે ડાયાલીસીસ કરાવવું પડતું હતું. તેમને ડાયાબીટીશ, હાર્ટની તકલીક, સ્થૂળતા વગેરે બીમારીઓ પણ હતી. તેમના અવસાનનાં સમાચાર આવતાની સાથે પરિવારમાં અને ચાહકોમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. તેમની ચીર વિદાયને કારણે કૉંગ્રેસનાં નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

  'નાનામાં નાના માણસને મદદ કરવા હંમેશા તત્પર રહેતા'  ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ દુખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, બદરૂદ્દીન શેખ આ મહામારી વચ્ચે પણ પ્રજા વચ્ચે રહીને તેમના કામ કરતા હતાં. તે દરમિયાન જ તેમને કોરોનાનો ચેપ લાગ્યો અને આજે આપણી વચ્ચે નથી રહ્યાં. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તેમના પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ આપે. બદરૂદ્દીનભાઇ સાથે હું છેલ્લા 20 વર્ષથી સંકળાયેલો હતો. તેઓ નાનામાં નાના માણસને કઇ રીતે મદદરૂપ થાય તે માટે હંમેશા તત્પર રહેતા. તેઓ અમદાવાદ શહેરમાં કોમી એકતા માટે પણ વર્ષોથી કામ કરતા હતાં.

  'શહેરે સાચો જન સેવક ગુમાવ્યો છે'

  ગુજકરાત કૉંગ્રેસનાં નેતા તથા બિહાર કૉંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે શોક સાથે જણાવ્યું કે, એક સાચો જન સેવક કેવા હોય તે જોવા હોય તો બદરુદ્દીનભાઇને જોવા પડે. તેઓ જ્યારથી કૉંગ્રેસમાં સક્રિય હતા ત્યારથી તેમની સાથે મારો નિકટનો સંબંધ હતો. કોરોનાને કારણે ઘણા નેતાઓ જનતાથી સંપૂર્ણ સંપર્ક તોડીને ઘરમાં ભરાઇને બેઠા હતા ત્યારે બદરૂદ્દીનભાઇ તેમને મળવા આવનાર દરેક લોકોની વાત સાંભળતા હતા અને સરકાર સમક્ષ મુકતા હતાં. બદ્દરુદ્દીન શેખના જવાથી અમદાવાદે એક સાચો જન સેવક ગુમાવ્યો છે. કૉંગ્રેસ પક્ષ માટે પણ ન પુરી શકાય તેવી આ ખોટ છે. આ સાથે ગુજરાતીઓએ આમાથી એક વસ્તુ શીખવાનું છે કે, આપણે કોરોનાને મ્હાત આપવી હશે તો થોડી સાવચેતી રાખવી પડશે. તંત્ર જે કાંઇપણ કરે છે તેમને મદદરૂપ થઇએ.

  આ પણ વાંચો - મુસ્લિમોથી અંતર રાખવું એ યોગ્ય નથી, બધા 130 કરોડ આપણા ભાઈ-બંધુઃ RSS ચીફ મોહન ભાગવત

  'મહામારીમાં પણ લોકોની વાત સાંભળતા'

  ગુજરાત કૉંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ દુખની લાગણી જાહેર કરતા જણાવ્યું કે, બદરૂદ્દીન શેખનાં નિધનથી ઘેરા શોકની લાગણી અનુભવુ છું એને શ્રદ્ધાંજલિ પાઠવું છું. સામાજિક સંસ્થા સાથે જોડાયેલા તેઓ હંમેશા લોકોનાં કામ કરતા આવ્યાં છે. કોરોના મહામારીનાં સમયે પણ તેઓ છેલ્લી ક્ષણ સુધી લોકોની વચ્ચે રહ્યાં છે. તેમના પરિવારજનોને પણ સાંત્વના પાઠવું છું. તેમના જવાથી સમાજનો લોકોનાં કામ કરનાર ઉમદા વ્યક્તિત્વ આપણે ગુમાવ્યું છે તેનું દુખ અનુભવુ છું.

  આ પણ જુઓ - 
  First published:April 27, 2020, 08:35 am

  ટૉપ ન્યૂઝ