વલણ બાદ ગુજરાત કોંગ્રેસ ઓફિસમાં સન્નાટો, હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓ ચૂપ

News18 Gujarati
Updated: May 23, 2019, 4:22 PM IST
વલણ બાદ ગુજરાત કોંગ્રેસ ઓફિસમાં સન્નાટો, હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓ ચૂપ

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદઃ લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી છે, જેમાં વલણોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી દેખાઇ રહી છે, તો ગુજરાતમાં પણ 2014ની જેમ કોંગ્રેસના સૂપડાસાફ થઇ ગયા છે. વલણ સ્પષ્ટ થતાં જ ગુજરાત કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો છે. ખાસ કરીને હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના નેતાઓએ ચુપકીદી સેવી લીધી છે.

ગુજરાતમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ લાગી રહ્યું હતું કે કોંગ્રેસ ફરી બેઠી થઇ શકે છે, પરંતુ 23 તારીખે મતગણતરીમાં વલણો સ્પષ્ટ થઇ રહ્યું છે કે ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસના સૂપડાસાફ થઇ રહ્યાં છે. વલણ સ્પષ્ટ થતાં જ કોંગ્રેસની ઓફિસોમાં સન્નાટો છવાઇ ગયો, જ્યારે ભાજપની ઓફિસોમાં ઢોલ-નગારા સાથે ઉજવણીઓ થઇ રહી છે. ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જ્યારે કોંગ્રેસના નેતાઓ મીડિયા સમક્ષ કઇ બોલવાનું ટાળી રહ્યાં છે.

વલણો બાદ અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસમાં ખુરશીઓ ખાલી પડી છે.


બીજી બાજુ કોંગ્રેસે આ વખતની લોકસભામાં આશા સેવી હતી કે 26માંથી ઓછામાં ઓછી 10 સીટ મળશે, આ માટે તેઓએ ઉજવણીની તૈયારીઓ પણ કરી હતી, જો કે ગણિત ખોટું પડ્યું અને તેમની ઉજવણીની તૈયારી કામ નહીં આવી શકે.

23 તારીખ પહેલા આ ઓફિસોમાં લોકોની અવર જવર હતી, જે હાલ સન્નાટો છવાયો છે.


તો જીત બાદ ગુજરાત ભાજપના નેતાઓ ગેલમાં આવી ગયા છે, ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યાં છે, જ્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે વલણ બાદ કોંગ્રેસ અને પાકિસ્તાનમાં માતમ છવાયો છે. પરિવારવાદની રાજનીતિનો અંત આવ્યો છે.
First published: May 23, 2019, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading