આઝાદીના આટલા વર્ષે ડીઝલે પેટ્રોલને પછાડ્યું તે બદલ પીએમ મોદીને અભિનંદન : અર્જુન મોઢવાડિયા


Updated: June 25, 2020, 6:51 PM IST
આઝાદીના આટલા વર્ષે ડીઝલે પેટ્રોલને પછાડ્યું તે બદલ પીએમ મોદીને અભિનંદન : અર્જુન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયા (ફાઇલ તસવીર)

કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ઘેરી.

  • Share this:
અમદાવાદ : દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price Rise)ના ભાવ અંગે કૉંગ્રેસ (Congress)સહિત વિપક્ષની પાર્ટી વિરોધ પ્રગટ કરી રહી છે. ત્યારે ગુજરાત કૉંગ્રેસના નેતા અર્જુન મોઠવાડિયા (Congress Leader Arjun Modhwadia)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ને અભિનંદન આપતા કહ્યુ કે, આઝાદીના ઇતિહાસમાં પેટ્રોલે ડીઝલને પછાડયું છે. છેલ્લા 20 થી 25 દિવસમાં ભાવમા વધારો કર્યો છે. સરકારે 5મી જૂને પેટ્રોલ અને ડીઝલ એક્સાઇઝ ડ્યુટી નાખી. આ પ્રકારનો વધારો પહેલા ક્યારેય નથી થયો.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, "એક તરફ સરકાર બુસ્ટર ડોઝ આપવાની વાત કરે છે અને બીજી તરફ પ્રજા પાસેથી 18 લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી કરોડો રૂપિયા વસૂલી લીધા છે. ભાવ વધારાથી પ્રજા લૂંટાઈ રહી છે. આજે 40 ડોલરમાં એક બેરલ ક્રૂડ મળે છે. ભૂતકાળમાં ભાવ વધતા હતા ત્યારે આજે ગલીઓમાં દેખાવો કરનારા કેમ ચૂપ છે? અમારી માંગ છે ભાવ પહેલાની સ્થિતિમાં લાવવામાં આવે. યુપીએ સરકારની નીતિ પ્રમાણે કામ થાય તો આજે 40 રૂપિયે પેટ્રોલ મળી શકે તેમ છે."

આ પણ વાંચો : જગન્નાથ મંદિરના મહંતે હવે કહ્યુ, 'સરકારે ખૂબ મહેનત કરી'

કૉંગ્રેસના અર્જુન મોઠવાડિયએ કોરોના ટેસ્ટિંગ કીટ મામલે નિવેદન આપતા કહ્યુ કે, ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ કીટ 750 રૂપિયામાં તૈયાર થાય છે. આજ કીટના 4500 લેવાય છે. અગાઉ પણ ટેસ્ટિંગ કીટના ભાવો નક્કી કરવા તાકીદ કરાઈ છે પરંતુ હજુ પણ ટેસ્ટિંગના ભાવ નક્કી નથી થયા.

આ પણ વાંચો : ભાજપના વરુણ પટેલે હાર્દિક પટેલનને કહ્યો તકસાધુ 

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના ટેસ્ટિંગના ભાવ વધારે છે. ગુજરાત સરકારની બેવડી નીતિને કારણે ખાનગી લેબો આજે સામાન્ય લોકોને લૂંટી રહી છે. રાજ્ય સરકારે ખોટા ખર્ચા અને ઉત્સવો પર કાપ મૂકવાની જરૂર છે. લૉકડાઉનના પાલનમાં દંડની જોગવાઈ હતી. જે તે સમયે પાલન કરાવવાનો હેતુ હતો પરંતુ આજે તે આવકનો સ્ત્રોત બની ગયું છે.
First published: June 25, 2020, 6:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading