ફૈઝલ પટેલનું નિવેદન, 'હું કે મારી બહેન સક્રિય રાજકારણમાં ભાગ લઈએ એવું અહેમદ પટેલ ક્યારેય નહોતા ઇચ્છતા'

ફૈઝલ પટેલનું  નિવેદન, 'હું કે મારી બહેન સક્રિય રાજકારણમાં ભાગ લઈએ એવું અહેમદ પટેલ ક્યારેય નહોતા ઇચ્છતા'
ઇન્સેટ તસવીરમાં અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપતા વિરોધ પક્ષના નેતા ધાનાણી

ગુજરાત કૉંગ્રેસ દ્વારા અમદાવાદમાં અહેમદ પટેલની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, પુત્ર ફૈઝલે કહી દિલની વાત

  • Share this:
ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્વ . અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતુ . અમદાવાદના શાહિબાગ વિસ્તાર આવેલ સરદાર પટેલ સ્મારક ખાતે પ્રાર્થના સભા યોજાઇ હતી .. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સહિત કોંગ્રેસ નેતા હાજર રહ્યા હતા . પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ , પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા , વિપક્ષ નેતા પરેશ ધાનાણી , પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા સહિત નેતા , ધારાસભ્ય અને કાર્યકર્તા ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી .

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું નિવેદન આપતા કહ્યું હતુ કે 'હું કોંગ્રેસના નેતા અને ગુજરાત લોકોનો આભારી છુ કે આ સમયમાં લોકોનો અને સાથ સહકાર મળ્યો છે . આજે પણ વિશ્વાસ થતો નથી કે અહેમદ પટેલ આપણી વચ્ચે નથી . એવું લાગે છે કે ગમે તે સમયે તે આપણી વચ્ચે ઉપસ્થિત થશે .ગુજરાતના લોકો તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે એવી આશા રાખું છું .અહેમદ પટેલ એવું ક્યારે નોહતા ઇચ્છતા કે હુ અને મારી બહેન રાજકારણ માં સક્રિય ભાગ લઇએ . છેલ્લા એક અઠવાડિયાથી લોકોને મળીને અહેમદ પટેલની વિરાસત અંગે જાણ્યું છે . સમાજ અને ગરીબો માટે કામ કરી તેની વિરાસતને આગળ ધપાવવાની છે. તેઓએ ક્યારેય ધારાસભ્ય સાંસદ  કે મંત્રી પદની આશા રાખી નથી. તેમની વિરાસતને આગળ વધારવા સમાજ અને ગરીબો માટે કાર્ય કરવાનું છે.'આ પણ વાંચો : દાહોદ : પોલીસે 16.94 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડ્યો, મધ્ય પ્રદેશથી આવી રહ્યો હતો માલ

પાર્થના સભા કાર્યક્રમ કોવિડ - ૧૯ ગાઇડ લાઇન સંપૂર્ણ પાલન કરાયું હતુ . સોશિયલ ડિસ્ટન્ડ સાથે બેસવાની વ્યવસ્થા ઉભી કરાઇ હતી. માસ્ક સાથે નેતાઓ અને કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા

અહેમદ પટેલ 1977માં 26 વર્ષની ઉંમરમાં ગુજરાતના ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને ત્યારે સૌથી યુવા સાંસદ બન્યા હતા. ત્યારે દેશમાં ઇમરજન્સીની વિરુદ્ધ આક્રોશ સાથે જનતા પાર્ટીની લહેર ચાલી રહી હતી.

 એવામાં તેમનું જીતવું ઈન્દિરા ગાંધી સહિત તમામ રાજકીય પંડિતો માટે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના હતી. તેઓ 1993થી રાજ્યસભા સભ્ય હતા. અહેમદ પટેલની રૂચી ક્યારે પણ સામે આવીને રાજનીતિ કરવામાં નથી રહી. તેઓ પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા હતા. તેની પાછળ કૉંગ્રેસની રાજકીય સંસ્કૃતિની સીમાઓ પણ ઘણે અંશે જવાબદાર રહી. રાજકીય રણનીતિના માસ્ટર માઇન્ડ પટેલને મુદ્દો બનાવીને તેને ઉછાળવાના મહારથી માનવામાં આવતા હતા. ગુજરાતનો ઉના કાંડ હોય કે આંધ્રમાં રોહિત વેમૂલાની આત્મહત્યાનો મામલો અથવા સાંપ્રદાયિક મામલાઓમાં પટેલે કૉંગ્રેસના વિચારને કેન્દ્રમાં રાખવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી.
કૉંગ્રેસને 2004 અને 2009માં ભવ્ય જીત અપવવામાં મોટી ભૂમિકા


અહેમદ પટેલને 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં UPAની જીત માટેના અગત્યના રણનીતિકાર માનવામાં આવે છે. કૉંગ્રેસ અને UPAની અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હોવાના કારણે તેઓ મનમોહન સરકારના અનેક અગત્યના નિર્ણયોમાં નિર્ણાયક ભૂમિકા નિભાવતા હતા. નિયુક્તિઓ, પ્રમોશનથી લઈને ફાઇલો પર નિર્ણયો સુધી તેમનો સિક્કો ચાલતો હતો.

Published by:Jay Mishra
First published:December 05, 2020, 13:05 pm

ટૉપ ન્યૂઝ