અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય તો ગુજરાતમાં કેમ નહીં?: રાજીવ સાતવ

News18 Gujarati
Updated: September 18, 2018, 9:23 AM IST
અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય તો ગુજરાતમાં કેમ નહીં?:  રાજીવ સાતવ
રાજીવ સાતવ

"કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો ગુજરાતમાં કેમ નહીં? મોદી સરકાર ઉદ્યોગપતિઓને લાભ કરાવે છે તો ખૂડેતોના દેવા પણ માફ થવા જોઈએ."

  • Share this:
ગાંધીનગરઃ બે દિવસના ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆત પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂત આક્રોશ રેલી અને સંમેલન પહેલા મીડિયા સાથે વાતચીત કરતી વખતે કોંગ્રેસ પ્રભારીએ ખેડૂતોના દેવા માફી અંગે પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકારા પ્રહારો કર્યા હતા.

સરકાર મસ્ત અને ખેડૂતો ત્રસ્તઃ રાજીવ સાતવ

ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા રાજીવ સાતવે કહ્યું કે, "રાજ્યમાં સરકાર મસ્ત છે અને ખેડૂતો ત્રસ્ત છે. ગુજરાત રાજ્ય મોટું હોવા છતાં સરકારે ચર્ચા માટે બે જ દિવસ ફાળવ્યા છે. ભાજપ સરકારને લોકશાહીમાં આસ્થા નથી રહી. સરકાર પોતાના મનની જ વાત કરે છે પરંતુ ખેડૂતોના મનની વાત સાંભળતી નથી. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો ગુજરાતમાં કેમ નહીં? મોદી સરકાર ઉદ્યોગપતિઓને લાભ કરાવે છે તો ખૂડેતોના દેવા પણ માફ થવા જોઈએ." કોંગ્રેસની રેલી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત મામલે રાજીવ સાતવે કહ્યું કે, રાજ્યની પોલીસ ભાજપ સરકારના ઈશારે કામ કરી રહી છે.

Amit Chavda
અમિત ચાવડા


ભાજપ સરકાર ખેડૂતોના દેવામાફી મુદ્દે શ્વેતપત્ર જાહેર કરેઃ અમિત ચાવડા

બે દિવસના વિધાનસભાના સત્ર અને કોંગ્રેસની આક્રોશ રેલી અંગે બોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે, "રાજ્યના ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બની ગયા છે. આજની આક્રોશ રેલીમાં હજારો ખેડૂતો જોડાશે. પોલીસ ખેડૂતોને રેલીમાં ન આવવા માટે ધમકાવી રહી છે. ગુજરાતમાં દેવામાફી મુદ્દે ભાજપ સરકારે શ્વેતપત્ર જાહેર કરવું જોઈએ." સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે બોલતા ચાવડાએ કહ્યું કે, "ભાજપના સાશનમાં લોકશાહીનું હનન થયું છે. સરકારે વિપક્ષને બોલાવા માટેની તક નથી આપી."
Lalit Vasoya
લલિત વસોયા


ગુજરાતની પ્રજાનો અવાજ રજુ કરવો અમારી ફરજઃ લલિત વસોયા

વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસની રણનીતિ અંગે વાતચીત કરતા ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે, " અમે આક્રમક રીતે ખેડૂતોનો પ્રશ્ન વિધાનસભામાં રજુ કરીશું. ખાતર બિયારણ, જંતુનાશક દવાઓના ભાવ વધ્યા છે. તેના પર પણ જીએસટી નાખી દેવામાં આવ્યો છે. ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા. આ સરકાર ખેડૂતોના પ્રશ્ને સજાગ નથી. અમે ખેડૂતોના આક્રોશને વિધાનસભામાં રજુ કરીશું."

Asha Patel
આશાબેન પટેલ


ખેડૂતોનો અવાજ ગૃહમાં પહોંચાડવાની અમારી ફરજઃ આશાબેન પટેલ

સત્ર પહેલા વાતચીત કરતા ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે જણાવ્યું કે, "ખેડૂતોના દેવા માફી મુદ્દે ગુજરાતે ફક્ત અન્ય રાજ્યોનું અનુકરણ કરવાનું છે. અનેક રાજ્યમાં દેવા માફી થઈ છે. આજે ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે. દેશ સરમુખત્યારશાહી તરફ ધકેલાઈ રહ્યો છે. અમે લડાયક રહીને લડીશું. લોકોના પ્રતિનિધિ તરીકે તેમનો અવાજ ગૃહ સુધી પહોંચાડવાની અમારી ફરજ છે."
First published: September 18, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading