Home /News /madhya-gujarat /

રવિવારે કોંગ્રેસની રણનીતિ ઘડાશે! ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સાથે બેઠકોનો ધમધમાટ

રવિવારે કોંગ્રેસની રણનીતિ ઘડાશે! ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સાથે બેઠકોનો ધમધમાટ

રઘુ શર્મા સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓની ફાઈલ તસવીર

Ahmedabad news: રઘુ શર્મા (raghu sharma) આવતી કાલે રવિવારે બપોરે ગુજરાત કોંગ્રેસના ફ્રન્ટ લાઈન નેતાઓ (Gujarat Congress front line leaders) સાથે બેઠકો કરશે. અને ગુજરાતમાં કોંગ્રેસને વધારે મજબૂત બનાવવા માટેની રણનીતિ ગડશે એવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

વધુ જુઓ ...
    અમદાવાદઃ થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના (Gujarat congress) 23 નેતાઓ દિલ્હીમાં (delhi) રાહુલ ગાંધી (rahul gandhi) સાથે બેઠક કર્યા બાદ ફરીથી ગુજરાતમાં પણ કોંગ્રેસના નેતાઓનો બેઠકનો દોર (Meeting with Gujarat Congress leaders) શરુ થશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા (Congress in-charge Raghu Sharma) અત્યારે અમદાવાદના મહેમાન બન્યા છે. રઘુ શર્મા આવતી કાલે રવિવારે બપોરે ગુજરાત કોંગ્રેસના ફ્રન્ટ લાઈને નેતાઓ સાથે બેઠકો કરશે. અને ગુજરાતમાં કોંગ્રેસને વધારે મજબૂત બનાવવા માટેની રણનીતિ ગડશે એવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

    સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અમદાવાદમાં છે અને આવતી કાલે રવિવારે બપોરે એક વાગ્યે ગુજરાતના દરેક જિલ્લાના કોંગ્રેસ પ્રમુખો, જિલ્લા કોંગ્રેસ પ્રભારી ફ્રન્ટલાઈ ઓર્ગેનાઝેશનના ચેરમેનો સાથે બેઠક કરશે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો અને કોર્ડીનેશન સમિતિના સભ્યો પણ હાજર રહેશે.

    વધુ મળતી માહિતી પ્રમાણે બપોરે ચાર કલાકે જિલ્લા કોંગ્રેસ પ્રભારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે રીવ્યુ બેઠક પણ કરશે. સાંજે પાંચ કલાકે ફ્રન્ટ લાઈન ઓર્ગેનાઈઝેશનના ચેરમેન સાથે વ્યક્તિગત બેઠક કરશે. આ બેઠકમાં સંગઠનને વધારે મજબૂત કરવા ઉપર વધારે ભાર મુકાશે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પોલીસે મહિલાને પકડી, કારસ્તાન એવું કે પુરુષો પણ શરમાય, હકીકત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

    સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સાથેની બેઠકમાં ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારોમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના નેતાઓ હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસ દિવાળી બાદ જન જાગરણ અભિયાન ચલાવવા જઈ રહી છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ યુ.એન.મહેતા હોસ્પિટલ 'shut down'ની પોસ્ટ કરનાર ડોક્ટર જ નીકળ્યો, કેમ કરી હતી આવી કરતૂત?

    કોંગ્રેસ દ્વારા શરુ થનારા જન જાગરણ અભિયાનમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગાર અને ખેડૂતના મુદ્દાને લઈને આંદોનલ કરવામાં આવશે. રાજ્ય સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસનું આક્રમક વલણ જોવા મળશે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'આ ત્રણ લોકો મને ખૂબ જ હેરાન પરેશાન કરે છે', એકલી રહેતી યુવતીએ ઝેર પીધું, ચિઠ્ઠીમાં નામનો કર્યો ઉલ્લેખ

    14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી કોંગ્રેસ જન જાગરણ અભિયાન ચલાવશે. જન જાગરણ અભિયાન અંતર્ગત રેલી, ધરણા, જાહેરસભા, પદ યાત્રા જેવા વિવિધ કાર્યક્રમો અંતર્ગત કોંગ્રેસનું આક્રમક વલણ જોવા મળશે.

    આ પણ વાંચોઃ-મહેસાણાઃ પુત્રીનું સગપણ જોઈ પરત ફરતા કારને નડ્યો અકસ્માત, માતાનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો

    માનવામાં આવી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસે દ્વારા સુરત શહેર ઉપર આ વખથે સંપૂર્ણ ફોકસ કરવા છતાં પણ વિધાનસભા ચૂંટણીમાં સુરતમાં એકપણ શીટ જીતી ન શક્યું. હવે કોંગ્રેસની સાથે હાર્દિક પટેલ પણ સંપૂર્ણ પણ સાથે છે ત્યારે પાટીદારોના વોટ મળશે કે નહીં તે અંગે અનુમાન લગાવવું કોંગ્રેસ માટે મુશ્કેલ બની રહેશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarat Congress, Gujarati News News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन