Home /News /madhya-gujarat /

જવાબદાર લોકો મુદ્દાથી ડાઇવર્ટ થવાની વાત કરે તે યોગ્ય નથી,' PM મોદીના સંદેશ પર ગુજરાત કૉંગ્રેસનું નિવેદન

જવાબદાર લોકો મુદ્દાથી ડાઇવર્ટ થવાની વાત કરે તે યોગ્ય નથી,' PM મોદીના સંદેશ પર ગુજરાત કૉંગ્રેસનું નિવેદન

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વખાણ કરતા કૉંગ્રેસે રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને અનાજ આપવાની માંગ કરી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વખાણ કરતા કૉંગ્રેસે રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને અનાજ આપવાની માંગ કરી.

અમદાવાદ : વડાપ્રધાન (PM Narendra Modi)ની મીણબતી અને દીવડાની અપીલ અંગે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda)નિવેદન આપતા જણાવ્યું છે કે, "આજનો સમય દેશ અને વિશ્વ માટે કપરો છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી પાસે લોકોની અપેક્ષા હોય છે કે કોરોના (Coronavirus)સામે લડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે, ટેસ્ટિંગ માટેની જરૂરી કીટ, માસ્ક, સેનિટાઇઝર, મેડિકલ, વેન્ટિલેટર (Medical Facilities) સહિતની સુવિધા મોટાપાયે ઉભી કરવામાં આવે. આખું વિશ્વ કોરોના સામે લડવા માટે સંશોધન કરી રહ્યું હોય, નવી દવાઓ અને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) ઊભું કરવાની વાતો કરતું હોય ત્યારે જવાબદાર લોકો મન બહેલાવવા મુદ્દાથી ડાઇવર્ટ (Divert from Main Point) થવાની વાત કરે તે યોગ્ય નથી."

કૉંગ્રેસના જવાબદાર આગેવાનોએ વડાપ્રધાનને વિનંતી કરી છે કે આપણું લક્ષ્ય કોરોનાને મ્હાત કરવાનું છે. લાંબી લડાઇ માટે દવા શોધવી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે નક્કર આયોજન કરવાની જરૂર છે. લોકડાઉન બાદ દેશની ઇકોનોમી શું હશે? ધંધા-રોજગારનું શું થશે? ફરી નોકરી મળશે કે કેમ? આ તમામ ફરિયાદોનું નિવારણ સરકારે લાવવું જોઈએે.

આ પણ વાંચો : ઈટાલીમાં કોરોનાનો ચેપ લગાવવાના આરોપમાં વોર્ડબોય પ્રેમીએ ડોક્ટર પ્રેમિકાની કરી હત્યા

વધુમા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતુ કે, સમગ્ર વિશ્વ કોરોના સામે લડત લડી રહ્યું છે. કોરોના વિદેશમાંથી આવેલો વાયરસ છે. 30 જાન્યુઆરીએ WHOએ એડ્વાઇઝરી બહાર પાડી હતી. પરંતુ ભારત સરકારે ત્યારે તેને મહત્વ આપ્યું ન હતું. દેશના એરપોર્ટ પર ચેકિંગ ન કર્યું અને વાયરસનો ભારતમાં પ્રવેશ થવા દીધો. રાહુલ ગાંધીએ પણ 12 ફેબ્રુઆરી સહિત અનેક વખત ટ્વિટ અને મીડિયાના માધ્યમથી સરકારનું આ મામલે ધ્યાન દોર્યું હતું.

સરકારે કોઈ પગલાં ન લેતા આખરે 21 દિવસનું લૉકડાઉન કરવું પડ્યું છે. સરકારે જનતા કર્ફ્યૂથી લઈને તમામ પગલાંઓને સહકાર આપ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીને અમે સહકાર આપ્યો છે. કૉંગ્રેસના પ્રતિનિધિ મંડળના સૂચનોને પણ મુખ્યમંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો છે. અમારા સૂચનો માનવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનું છું.

આ પણ વાંચો :  Covid-19 : ખુશખબર! લૉકડાઉનના કારણે કાર્બનનું સ્તર ઘટ્યું, 75 વર્ષનાં રેકોર્ડ તૂટશે!વધુમાં અમિત ચાવડાએ ગુજરાત સરકાર સમક્ષ માગણી કરી હતી કે તમામ રેશનકાર્ડ ધારકોને મફતમાં રાશન આપવામાં આવે. અમિત ચાવડાએ જણાવ્યું કે, "મુખ્યમંત્રીએ તમામ રાશન કાર્ડ ધારકોને રાશન મળશે તેવી જાહેરાત કરી હતી. હવે તેઓ તેમનું વચન પાળે. તમામ આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને કીટ, સૅનિટાઇઝર, માસ્ક સહિતની વ્યવસ્થા સરકારે કરવી જોઇએ. જે કર્મચારીઓ હાલ ફરજ પર છે તેઓને પાછળથી રજા આપવામાં આવે. તેમને એક મહિના માટે એડવાન્સ પગાર આપવામાં આવે."
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Amit Chavda, Coronavirus, Lockdown, Ration card, નરેન્દ્ર મોદી, પીએમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन