ગુજરાતનાં 31 લાખ ગરીબોને 'ખોળ' અને વાઇબ્રન્ટનાં મહેમાનોને 13 હજારની થાળીનો 'ગોળ'

News18 Gujarati
Updated: January 21, 2019, 7:41 AM IST
ગુજરાતનાં 31 લાખ ગરીબોને 'ખોળ' અને વાઇબ્રન્ટનાં મહેમાનોને 13 હજારની થાળીનો 'ગોળ'
પ્રતિકાત્મક તસવીર

કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો હતો કે,ગાયના નામે મત માંગનાર ભાજપ સરકારે અછતગ્રસ્ત વિસ્તારમાં ગયોને ઘાસચારો પેટે પ્રતિદિન રૂ.૧૨ થી રૂ.૨૦ જ ચૂકવી રહી છે.

  • Share this:
વાઈબ્રન્ટ ઉત્સવોમાં ખાસ મહેમાનો માટે રૂ.૧૩,૦૦૦/-, રૂ.૭,૦૦૦/-, રૂ.૩,૦૦૦/- ની જમવાની ડીશ અને બીજી બાજુ રાજ્યનાં ભવિષ્ય સમાન આંગણવાડી-બાલવાડી, મધ્યાહન ભોજનના બાળકોને રૂ.૪.૫૮ અને રૂ.૬ જેટલી નજીવી રકમનો ખોરાક અપાતા હોવાની ગતિશીલ, પ્રગતિશીલ અને વાઈબ્રન્ટ ગુજરાતની કડવી વાસ્તવિકતા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ગુજરાતની ભાજપ સરકાર અબજો રૂપિયાના મૂડી રોકાણ અને કરોડો રોજગારીના આંકડાના દાવા વચ્ચે વાઈબ્રન્ટ ભાજપ સરકારની સ્વપ્રસિદ્ધિ અને સરકારી સંશાધનો-કુદરતી સંશાધનો લુંટાવાની યોજના ચાલતી હોય તેમ સિદ્ધ થતું જાય છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં સરકારી ચોપડે ૩૧,૪૬,૪૧૩ ગરીબી રેખા નીચે જીવતા ગરીબ પરિવારો છે. એટલે કે, ૧,૫૭,૩૨,૪૬૫ નાગરિકો રાજ્યના ગરીબી રેખા નીચે અનેક મુશ્કેલી સાથે જીવન જીવી રહ્યા છે. રાજ્યમાં ચાર લાખ કરતા વધુ ખેડૂતો વીજ કનેક્શન માટે રાહ જોઈ રહ્યા છે.”

કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, એક તરફ વાઈબ્રન્ટ ઉત્સવમાં વિશેષ મહેમાનો માટે ગાલા ડીનરમાં રૂ.૧૩૦૦૦/- ની પ્રતિ વ્યક્તિ ભોજન પીરસાય, વિશેષ મહેમાનો માટે ખાસ ઉત્સવમાં પ્રતિ વ્યક્તિ રૂ.૭૦૦૦/- એક ડીશના ચૂકવાય, નાસ્તા માટે પ્રતિ વ્યક્તિ રૂ.૭૦૦/- અને રૂ.૧૨૦૦/- ચૂકવાય છે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં ૧,૧૦,૯૦૯ કુપોષિત બાળકો પૌષ્ટિક આહાર માટે સંઘર્ષ કરવો પડે, આ છે ગુજરાતની કડવી વાસ્તવિકતા...!”

કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો હતો કે,ગાયના નામે મત માંગનાર ભાજપ સરકારે અછતગ્રસ્ત વિસ્તારમાં ગયોને ઘાસચારો પેટે પ્રતિદિન રૂ.૧૨ થી રૂ.૨૦ જ ચૂકવી રહી છે. જ્યારે, સરકારી તિજોરીને લુંટનારા પ્રતિદિન રૂ.૧૩૦૦૦ ની મોંઘીદાટ જમણની જયાફત ઉડાવે તે કેટલે અંશે વ્યાજબી ?”

દોશીએ એમ પણ આક્ષેપ કર્યો કે, “ગુજરાતમાં પ્રજાના રક્ષણ અને વાઈબ્રન્ટ સહિત ઉત્સવોમાં વિશેષ મહેમાનો માટે સુરક્ષાની જવાબદારી સંભાળતા પોલીસ જવાનોને પ્રતિમાસ રૂ.૩૦/- વોશિંગ એલાઉન્સ ચૂકવાય છે, જ્યારે તે મહેમાનો રૂ.૧૩૦૦૦/- ની ડીશ આરોગે છે. રાજ્યમાં પ્રતિદિન ૨૬ પરિવારો ગરીબી રેખામાં ધકેલાઈ રહ્યા છે. બાળ વૃદ્ધિદરમાં ગુજરાત ૧૨માં ક્રમે છે. રાજ્યમાં મોંઘા શિક્ષણનો ભોગ બનનાર શિક્ષિત બેરોજગાર ૫,૩૭,૫૬૨ ચોપડે નોંધાયા છે. જ્યારે બે વર્ષમાં માત્ર ૧૨,૮૬૯ યુવાનોને જ રોજગાર એટલે ૨.૪% ને જ રોજગારી મળી છે. રાજ્યમાં ૧૧૪૭૫ વ્યક્તિએ એક ડોક્ટર ઉપલબ્ધ છે. છેલ્લાં દસ વર્ષમાં ૩.૫ લાખ ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થયો છે.”
First published: January 20, 2019
વધુ વાંચો
अगली ख़बर