કોંગ્રેસ પોતાના 62 MLAને બસમાં ફરવા લઇ ગઇ, 9 ધારાસભ્યો ગેરહાજર

News18 Gujarati
Updated: July 3, 2019, 8:32 PM IST
કોંગ્રેસ પોતાના 62  MLAને બસમાં ફરવા લઇ ગઇ, 9 ધારાસભ્યો ગેરહાજર
જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે પાલનપુર ગયા નથી. આમ કોંગ્રેસના હાલ 71માંથી 2 ધારાસભ્યોને બાદ કરીએ તો કુલ 69 ધારાસભ્યો જ પાલનપુર ગયા.

જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે પાલનપુર ગયા નથી. આમ કોંગ્રેસના હાલ 71માંથી 2 ધારાસભ્યોને બાદ કરીએ તો કુલ 69 ધારાસભ્યો જ પાલનપુર ગયા.

  • Share this:
ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો પર પાંચ જુલાઈના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે 2017ની રાજ્યસભા ચૂંટણીનું પુનરાવર્તન કર્યું છે. મતદાન પૂર્વે ધારાસભ્યો તૂટવાના ડરે કોંગ્રેસ તમામ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જઈ રહી હોવાની વાત સામે આવી હતી. જો કે બપોર બાદ ડરેલી કોંગ્રેસે અચાનક નિર્ણય બદલીને ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવાને બદલે પાલનપુર લઈ ગઈ છે. ધારાસભ્યો સાથે અલ્પેશ ઠાકોર કે ધવલસિંહ જોડાયા નથી. આ સિવાય સુરેશ પટેલ, હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખ, શૈલેષ પરમાર, વિક્રમ માડમ, ભીખા જોશી અને રાજેન્દ્રસિંહ પરમાર પણ બસમાં ગેરહાજર હતા. આમ અલ્પેશ-ધવલસિંહ સહિત કુલ 9 ધારાસભ્યો પાલનપુર ગયા નથી.

વિધાનસભામાં ધારાસભ્યોનું ધ્યાન રાખી રહેલા નેતા વિપક્ષ પરેશ ધાનાણીને ધારાસભ્યોની ગણતરી અને તેમના પર ચાંપતી નજર રાખવા માટે કન્ડક્ટરની સીટમાં બેસાડવામાં આવ્યા હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ હવે દારૂ પીને કે હેરાફેરીમાં પકડાયા તો ખેર નથી, સજામાં ત્રણ ગણો વધારો

કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગાંધીનગર સ્થિત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલો પર ભેગાં થયા હતા. જ્યાં ધારાસભ્યોની ગણતરી કર્યા બાદ સાંજે ચાર વાગ્યે વોલ્વો બસમાં માઉન્ટ આબુ જવાને બદલે પાલનપુર જવા રવાના થયા હતા. જ્યાં રાજ્યસભાની ચૂંટણીમાં નવોદીત ધારાસભ્યોએ કેવી રીતે મતદાન કરવું તે અંગેનો મોકપોલ અને વર્ક શોપ યોજાશે. ત્યાર બાદ તમામ ધારાસભ્યોને મતદાનના દિવસે એટલે કે 5 જુલાઈએ સવારે આઠ વાગ્યે સીધા વિધાનસભામાં લાવવામાં આવશે.

જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે પાલનપુર ગયા નથી. આમ કોંગ્રેસના હાલ 71માંથી 2 ધારાસભ્યોને બાદ કરીએ તો કુલ 69 ધારાસભ્યો જ પાલનપુર ગયા છે.હાલ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 100, કોંગ્રેસનું 71(ઘટી શકે),એનસીપી-1, બીટીપી-2 અને અપક્ષ-1 છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાની ઓગસ્ટ 2017માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને બેંગાલુરુના એક રિસોર્ટમાં લઈ ગઈ હતી.
First published: July 3, 2019, 8:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading