અમદાવાદ :રથયાત્રામાં CM રૂપાણી કરશે પહિન્દ વિધિ, ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીનો લેશે લાભ

News18 Gujarati
Updated: June 22, 2020, 3:06 PM IST
અમદાવાદ :રથયાત્રામાં CM રૂપાણી કરશે પહિન્દ વિધિ, ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીનો લેશે લાભ
ફાઇલ તસવીર

આ સાથે સીએમ રૂપાણી પહિન્દવિધિ કરીને ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઇમાં સહભાગી થશે.

  • Share this:
અમદાવાદ : સમગ્ર ગુજરાત સહિત અમદાવાદમાં કોરોનાનો (coronavirus) કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે જગન્નાથજીની રથયાત્રા (Jagannath Rathyatra) ઉપર ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) સ્ટે આપ્યો છે. આમ હવે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નહીં નીકળે. જોકે, જગન્નાથ મંદિર પરિસરમાં આ વરસની રથયાત્રા યોજાશે. મંદિર પરિસરમાં જ રથો પરિક્રમા કરશે. ત્યારે મળતી માહિતી પ્રમાણે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અમદાવાદમાં પરંપરાગત યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ એટલે આજે સાંજે 7 વાગ્યે મંદિરમાં સંધ્યા આરતી અને દર્શન-અર્ચન માટે જશે. આ સાથે સીએમ રૂપાણી પહિન્દવિધિ કરીને ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઇમાં સહભાગી થશે. આ ઉપરાંત દેશનાં ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરિવાર સાથે મંગળા આરતીમાં ભાગ લેશે.

આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ મહેન્દ્રભાઇ ઝાનાં નેતૃત્વમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મળ્યા હતા. પ્રવર્તમાન સંજોગોમાં રથયાત્રા અંગેના આયોજનની વિગતો આપી હતી. તેમણે મુખ્યમંત્રીને આજે સંધ્યા આરતી અને આવતી કાલે પહિંદ વિધિ માટે પાઠવેલા નિમંત્રણનો તેમણે સ્વીકાર કર્યો છે. મુખ્યમંત્રીશ્રી આજે સાંજે જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મંદિરની આરતીમાં જોડાશે અને જગન્નાથ ભગવાનના દર્શન-પૂજન પણ કરશે.

આ પણ વાંચો - કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરાયા

આ પણ જુઓ - 

મુખ્યમંત્રી પ્રતિવર્ષની રથયાત્રાની પરંપરા મુજબ આવતી કાલે અષાઢીબીજે આ રથયાત્રાના અવસરે સવારે 7 કલાકે જગન્નાથ મંદિરે પહોચશે અને પહિન્દવિધિ કરીને ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઇમાં સહભાગી થશે.અમિતશાહ આવશે પરિવાર સાથે કાલે. સીએમ પહિંદ વિધિ કરશે. હાઇકોર્ટમાં વધુ એક અરજી થઈ.
First published: June 22, 2020, 2:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading