પહિન્દવિધિ કર્યા બાદ CM રૂપાણીએ કહ્યું, 'મંદિરનાં મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીએ વ્યવહારું રસ્તો કાઢ્યો'

News18 Gujarati
Updated: June 23, 2020, 9:16 AM IST
પહિન્દવિધિ કર્યા બાદ CM રૂપાણીએ કહ્યું, 'મંદિરનાં મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીએ વ્યવહારું રસ્તો કાઢ્યો'
સવારે સાત કલાકે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પહિન્દવિધિ કરવામાં આવી હતી.

સવારે સાત કલાકે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પહિન્દવિધિ કરવામાં આવી હતી.

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને પરવાનગી આપવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. શનિવારે એક જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રથયાત્રા પર રોક લગાવતા આજે રથયાત્રાની તરફેણમાં ખાનગી અરજદારોની સાત અને એક અરજી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેથી આજે શહેરનાં જગન્નાથ મંદિરમાં જ રથયાત્રા કરવામાં આવશે અને ભગવાન નગરચર્યા પર નહી જાય તેવો નિર્ણય લેવામામાં આવ્યો હતો. આજ સવારથી જ પ્રણાલિગત રીતે રથયાત્રાની પૂજન વિધિ કરાઇ રહી છે. ચાર કલાકે મંગળા આરતી કરવામાં આવી જે બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામને રથમાં બેસાડવામાં આવ્યાં. જે બાદ સવારે સાત કલાકે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પહિન્દવિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ પહિન્દવિધિ કર્યા બાદ જણાવ્યું કે, આજના પવિત્ર દિવસે વર્ષોની પ્રણાલિકા પ્રમાણે દરવખતે ભગવાન નગરચર્યા પર નીકળે છે. આ વખતે નગરયાત્રા નીકાળી શક્યા નથી. ગઇકાલે ઓરિસ્સાની યાત્રા માટે રિસ્ટ્રિક્શન સાથે હાઇકોર્ટે મંજૂરી આપી જેથી. આપણે પણ આ રીતેની રથયાત્રા માટે મંજૂરી માંગી હતી. મોડીરાત સુધી સુનાવણી ચાલી અને હાઇકોર્ટે મંજૂરી આપી નહીં. રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારી અને કર્ફ્યૂની પણ તૈયારી બતાવી હતી પરંતુ મંજૂરી મળી નથી. જેથી મંદિર પરિસરમાં જ રથ પ્રદક્ષિણા કરશે તેવું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - કોરોનાને કારણે કેટલી બદલાઇ અમદાવાદની 143મી રથયાત્રા, જુઓ તસવીરો

તેમણે આગળ જણાવ્યું કે, મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ અને તેમના સાથીઓને ધન્યવાદ અને અભિનંદન આપું છું. આવી પરિસ્થિતિમાં તેમણે વ્યવહારું રસ્તો કાઢ્યો અને સહયોગ આપ્યો છે.

આ પણ જુઓ - 
સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ભાગવાન જગન્નાથ કોરોનાની મહામારીમાંથી દેશ અને ગુજરાતને જલ્દી મુક્ત કરવા તેવી પ્રાર્થના કરી છે. આપણું ગુજરાત વધુને વધુ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી છે. આ સાથે કચ્છીઓનું નવું વર્ષ છે, સમગ્ર વિશ્વમાં વસતા કચ્છીઓને પણ નવા વર્ષની શુભકામના પાઠવું છું કે, તેમનું નવું વર્શ ખુબ સરસ અને સુંદર નીવડે.
First published: June 23, 2020, 9:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading