રાહુલ ગાંધી ગુજરાતની ધરતી પરથી જાહેરાત કરે કે ગઠબંધનનાં નેતા કોણ?: સીએમ રૂપાણી

News18 Gujarati
Updated: February 14, 2019, 2:01 PM IST
રાહુલ ગાંધી ગુજરાતની ધરતી પરથી જાહેરાત કરે કે ગઠબંધનનાં નેતા કોણ?: સીએમ રૂપાણી
CM રૂપાણીનો પ્રહાર

સીએમ વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું છે કે આવનારી ચૂંટણીમાં તેઓ હાર ભાળી ગયા છે. પૂર્ણ બહુમતમાં કોંગ્રેસની સ્થિતિ સારી નથી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધી આજે 2019ની લોકસભાની ચૂંટણીનું રણશીંગુ વલસાડનાં ધરમપૂરથી ફૂંકવા આવી રહ્યાં છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું છે કે આવનારી ચૂંટણીમાં તેઓ હાર ભાળી ગયા છે. પૂર્ણ બહુમતમાં કોંગ્રેસની સ્થિતિ સારી નથી.

આજે સીએમ વિજય રૂપાણીએ સ્પીપાનાં નવનિર્મિત બિલ્ડીંગ અને મહિલા હોસ્ટેલનું લોકાર્પણ કર્યું હતું આ બિલ્ડીગ 17 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થઇ છે જ્યારે મહિલાઓની હોલ્ટેલ 10 કરોડના ખર્ચે તૈયાર થઇ છે. ત્યાં સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, સ્પીપા ભવિષ્યના ગુજરાતના વહીવટી અધિકારીઓને તૈયાર કરવાની સંસ્થા છે. યુવાઓ વહીવટી કુશળતા ધરાવતા તેમજ UPSC,GPSCમાં વધુ સારી રીતે પાસ થઈને દેશમાં સેવા આપે તેના માટે સ્પીપા કાર્યરત છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી ધરમપુરમાં: જે પક્ષ જીતે વલસાડ બેઠક, કેન્દ્રમાં બને તેની સરકાર!

વિજય રૂપાણીએ સરકાર અંગે જણાવતા કહ્યું કે, 'તંત્ર પ્રત્યે લોકોની શ્રદ્ધા વધે સરકારી યોજનાનો લાભ વચેટીયા વગર મળશે તેવું વાતાવરણ છેલ્લા 5 વર્ષમાં બનાવ્યું છે. છેલ્લા એક વર્ષમાં સરકારે 1 લાખ ભરતી કરી છે. અમે બેરોજગારીનો અંક ઘટાડતા જઇએ છીએ. સરકારી નોકરી સપર્ધાત્મક થઇ ગઇ છે.'

આ પણ વાંચો: રાહુલ ગાંધી લાલડુંગરીથી કરશે રાજ્યમાં ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ, મોટી સંખ્યામાં જનમેદની ઉમટી

તેમણે વિપક્ષ પર પ્રહાર કરકા જણાવ્યું કે, 'આવનારી ચૂંટણી પહેલા જ વિરોધ પક્ષ હાર ભાળી ગયું છે એટલે મહાગઠબંધન કર્યું છે. તેઓ બધા મોદી અને ભાજપથી ગભરાઇ ગયા છે. પૂર્ણ બહુમતની સરકારમાં કોંગ્રેસની સ્થિતિ સારી નથી. કોંગ્રેસ ફસાયેલી છે. મિલાવટ તો લોકોને પસંદ નથી, આમ પણ આપણા શરીર માટે પણ મિલાવટ સારી નથી તો આપણો દેશ માટે મિલાવટ નુકશાનકર્તા જ છે. રાહુલ ગાંધી આવે ત્યારે તેમને કહેજો કે ભારતની જનતાને જાહેર કરે કે આ ગઠબંધનની સરકારમાં વડાપ્રધાન કોણ, ઇમાનદારી હોય તો આની જાહેરાત કરે. અમે તો કીધું છે ફીર સે મોદી સરકાર પરંતુ તેમનાથી તેવું થઇ શકે તેમ જ નથી. કારણ કે આવી જાહેરાત કરે તો ચૂંટણી પહેલા જ ગઠબંધન તૂટી જાય તેમ છે. તો ચૂંટણી પછી કઇ રીતે ટકશે?'મહત્વનું છે કે ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠકો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીએ આ તમામ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે કોંગ્રેસને આશા છે કે, ભાજપનાં આ વિજયરથને રોકશે અને કેટલીક સીટો પોતે જીતી અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા રોકશે. જો કે, આ વાત તો સમય જ બતાવશે.
First published: February 14, 2019, 1:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading