ખારા પાણી મીઠા થશે; CM દહેજમાં 100 MLD ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે

News18 Gujarati
Updated: November 29, 2019, 3:19 PM IST
ખારા પાણી મીઠા થશે; CM દહેજમાં 100 MLD ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે
પ્રતિકાત્મક તસવીર

દરિયાનું પાણી શુધ્ધિકરણની પ્રક્રિયા માટે ડિસેલીનેશન પ્લાન્ટમાં આવતા પહેલા 20 એકરમાં સેટલિંગ પોંડ (તળાવ) બનાવવાની જોગવાઇ પણ કરવામાં આવેલી છે. 

  • Share this:
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે ભરૂચના દહેજમાં GIDC દ્વારા નિર્માણ થનારા ઔદ્યોગિક હેતુસરના દેશના સૌ પ્રથમ 100 MLD ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે.

દહેજ ઔદ્યોગિક વસાહતના ઊદ્યોગો માટે અવિરત પાણીની જરૂરિયાત મુજબ પ્રવર્તમાન 454 MLD પાણી પૂરવઠા યોજના સ્થાપિત થયેલી છે. આ PCPIR વસાહતનો પૂર્ણત: વિકાસ થતાં 1000 MLD પાણીની જરૂરિયાતોનો અંદાજ છે.

આ જરૂરિયાતને પહોચી વળવાના હેતુસર પાણીના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના ખારા પાણીના શુધ્ધિકરણથી તેને ઉપયોગ યુકત બનાવવા 100 MLD ક્ષમતાનો ડિસેલીનેશન પ્લાન્ટ દહેજમાં નિર્માણ થવાનો છેઆ ડિસેલીનેશન પ્લાન્ટ 25 હેકટર વિસ્તારમાં રૂ. 881 કરોડના ખર્ચે આકાર પામશે.

તેમજ ડિસેલીનેશનનો પ્રોજેકટ પૂર્ણ થવાથી કુલ 555 MLD જથ્થો ઉપલબ્ધ થવાનો છેઆ ડિસેલીનેશન પ્લાન્ટમાં દહેજના દરિયાના પાણીમાં મોટા પ્રમાણમાં Turbidity તેમજ TDS અને Chloride હોવાના કારણે અન્ય સ્થળે કાર્યરત પ્લાન્ટની સરખામણીમાં ઔદ્યોગિક એકમો માટેની જરૂરિયાત મુજબ પાણીના શુધ્ધિકરણની પ્રક્રિયા માટે એક વધારાનું Reverse Osmosis (BWRO) સ્ટેજ રાખવામાં આવેલું છે.

તદ્દઉપરાંત, દરિયાનું પાણી શુધ્ધિકરણની પ્રક્રિયા માટે ડિસેલીનેશન પ્લાન્ટમાં આવતા પહેલા 20 એકરમાં સેટલિંગ પોંડ (તળાવ) બનાવવાની જોગવાઇ પણ કરવામાં આવેલી છે.

આ ડિસેલીનેશન પ્લાન્ટ મારફત ઉપલબ્ધ થનાર પાણીની ગુણવત્તા નર્મદા નદીના પાણીની ગુણવત્તાને અનુરૂપ રહેશે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રીએ 1600 કિ.મી. લાંબો સમુદ્રકિનારો ધરાવતા ગુજરાતમાં દરિયાઇ પાણીનો ઊદ્યોગો તેમજ અન્ય વપરાશ માટે ઉપયોગ કરવાના હેતુસર રાજ્યમાં 8 ડિસેલીનેશન પ્લાન્ટસ સ્થાપવાનો અભિગમ અપનાવ્યો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા તે અંતર્ગત આ દહેજ ડિસેલીનેશન પ્લાન્ટનું નિર્માણ થવાનું છે.
First published: November 29, 2019, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading