મહેસૂલ ખાતું સૌથી ભ્રષ્ટ- રૂપાણી; ભાજપ રાજમાં આમ જ ચાલે છે- કોંગ્રેસ

News18 Gujarati
Updated: December 27, 2018, 7:35 AM IST
મહેસૂલ ખાતું સૌથી ભ્રષ્ટ- રૂપાણી; ભાજપ રાજમાં આમ જ ચાલે છે- કોંગ્રેસ
વિજય રૂપાણી

ગુજરાતની જનતા જાણવા માંગે છે કે, ગૃહ વિભાગના બેફામ ભ્રષ્ટાચાર માટે અગાઉના ગૃહ મંત્રી જવાબદાર કે હાલના ગૃહ મંત્રી?

  • Share this:
રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સરકારી સમારંભમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગમાં હોવાનાં નિવેદનનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું  કે, ગુજરાતમાં છેલ્લાં ૨૩ વર્ષથી શાસન કરી રહેલા ભાજપાના ભ્રષ્ટાચારી મોડલ “ગામથી લઈને ગાંધનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી” ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટીક એટલે કે હપ્તારાજ ચાલી રહ્યું છે.”

ડો. મનીષ દોશીએ વધુમાં આરોપ કરતા જણાવ્યું કે, રાજ્યના શિક્ષણ, આરોગ્ય, શ્રમ અને રોજગાર, ગૃહ, મહેસુલ, કૃષિ, ઉદ્યોગ, વાહનવ્યવહાર, જળસંપતિ, આદિજાતિ, સમાજ કલ્યાણ, ઉર્જા, શહેરી વિકાસ, અન્ન નાગરિક પુરવઠા સહિતના તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર-ભ્રષ્ટાચાર, જેને ભાજપે શિષ્ટાચાર બનાવી દીધો છે. ૪૦૦૦ કરોડ રૂપિયાના મગફળી કૌભાંડ, સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર, ઉર્જા વિભાગમાં વીજ ખરીદીમાં ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયાનો રોજ દારૂ ઠલવાય, ખાણ-ખનીજ-રેતી-માટી સહિત કીમતી ખનીજની કરોડો રૂપિયાની ચોરી, શહેરી વિકાસમાં રોજ નવા કારણમાં, સહિત કૌભાંડો-કૌભાંડો, સંગ્રહખોરો- કાળા બજારીયાઓને ભાજપે ધન સંગ્રહ યોજનાના ભાગીદાર બનાવી દીધા છે. ત્યારે, રાજ્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું નિવેદન જ દર્શાવે છે કે, ભ્રષ્ટાચારમાં સમગ્ર સરકાર ડૂબી ગઈ છે.”

કોંગ્રેસનાં નેતાએ સવાલ કર્યો કે, ગુજરાતની જનતા જાણવા માંગે છે કે, ગૃહ વિભાગના બેફામ ભ્રષ્ટાચાર માટે અગાઉના ગૃહ મંત્રી જવાબદાર કે હાલના ગૃહ મંત્રી? મહેસુલ વિભાગના બેફામ ભ્રષ્ટાચાર અંગે હાલના મહેસુલમંત્રી જવાબદાર કે અગાઉના મહેસુલમંત્રી જે વ્યવસ્થા ગોઠવીને ગયા છે તે ? ગૃહ, મહેસુલ સહિતના વિભાગોમાં બેફામ ભ્રષ્ટાચાર સહિત રોકવામાં નિષ્ફળ મુખ્યમંત્રી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે અથવા તો ક્યા વગદાર અગાઉના ગૃહ મંત્રી, મહેસુલમંત્રી અને મુખ્યમંત્રીએ ઉભી કરેલી ભ્રષ્ટાચાર વ્યવસ્થા તેમની મજબૂરી છે તે પણ ગુજરાતની જનતાને જણાવે.”

કોંગ્રેસે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રીએ ભાજપાના ૨૩ વર્ષના ભ્રષ્ટાચારી શાસન વ્યવસ્થાના કબુલાતનામાની સાથોસાથ ૨૫ વર્ષ પહેલા કોંગ્રેસ પક્ષના શાસનમાં ભ્રષ્ટાચારથી વિવિધ વિભાગો ‘આભડછેટ’ રાખતા હોવાના ઉલ્લેખ અંગે ભાજપાના મુખ્યમંત્રીના હિંમતભર્યા સત્ય ઉચ્ચારણો અભિનંદનને પાત્ર છે.”
First published: December 26, 2018
વધુ વાંચો
अगली ख़बर