Home /News /madhya-gujarat /

રાજ્યમાં 11 ટીપી સ્કિમને મંજૂરી, અમદાવાદમાં 1000 હેક્ટર જમીનનો થશે સદુપયોગ

રાજ્યમાં 11 ટીપી સ્કિમને મંજૂરી, અમદાવાદમાં 1000 હેક્ટર જમીનનો થશે સદુપયોગ

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેરી વિસ્તારના ઝડપી વિકાસને વધુ આયોજિત અને વેગવંતો બનાવવાના ધ્યેય સાથે અમદાવાદની ૮ ડ્રાફટ ટી.પી. સાથે કુલ ૧૧ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજુરી આપી છે. આ ડ્રાફટ સ્કીમની મંજુરી મળવાથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણ સાથોસાથ આંતરમાળખાકીય સુવિધામાં વૃધ્ધિ થશે.\

    અહીં ક્લિક કરી વાંચો H-1B વિઝા પ્રોસેસમાં આવશે મોટા બદલાવ, આ લોકોને જ મળશે પ્રધાન્ય

    મુખ્યમંત્રી શહેરી વિકાસ વિભાગનો પણ હવાલો સંભાળે છે. તેમણે છેલ્લા ૯ મહિનામાં અમદાવાદ શહેરમાં જ બેથી વધુ ડ્રાફટ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી આપતાં અંદાજે ૩ હજારથી પણ વધુ હેકટર્સ વિસ્તારમાં આયોજનને આખરી ઓપ મળ્યો છે. મંજુર કરેલી આઠ ડ્રાફટ ટી.પી.ને કારણે ૧૦૦૦ હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થઇ શકશે.અંદાજિત રૂપિયા ૧૪પ૦ કરોડના કામો પણ આ ૮ ટી.પી. સ્કીમમાં કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

    આ ટી.પી. સ્કીમમાં મોટાભાગે ૧૮ મીટર કે તેથી વધુ પહોળાઇના માર્ગોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહિ, ૧૮૦ હેકટર્સ જેટલી જમીન રસ્તાઓ માટે, ૧૯પ હેકટર્સ જમીન અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ તેમજ આર્થિક-સામાજીક વર્ગના લોકોના રહેણાંક અને વાણિજ્ય –રહેણાંકના વેચાણ હેતુથી સંપ્રાપ્ત થવાની છે.

    વિજયભાઇ રૂપાણીએ જે ૧૧ સ્કીમને મંજુરી આપી છે તેમાં AUDAની ડ્રાફટ ટી.પી. સ્કીમ (૧) ૧૦/બી (કાણેટી) (ર) ૪૧૯ (અસલાલી) (૩) ૪૧પ (કઠવાડા) (૪) પ૧૭ (કણભા-કુંજાડ) (પ) ૯૧ (સનાથલ-તેલાવ) (૬) ૮ (ધાનજ-પલસાણા-સઇજ) (૭) ૧૦ (બોરીસણા-કલોલ-ઓલા-પ્રતાપપુરા) (૮) ૪૦૧/અ (બાકરોલ-બાદરાબાદ-કમોડ) અને (૯) પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ નં. ૮૪/બી (મકરબા) સહિત (૧૦) રાજકોટની ફાયનલ ટી.પી. સ્કીમ નં. ૧૭ (મુંજકા) તેમજ (૧૧) GUDAની ટી.પી. સ્કીમ નં. ૮ (સરગાસણ)નો સમાવેશ થાય છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Gujarat CM approve, Rajkot TP, Town planning scheme, Town planning scheme in Ahmadabad

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन