ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ક્ષિપ્રામાં લગાવશે આસ્થાની ડૂબકી

Haresh Suthar | Pradesh18
Updated: May 16, 2016, 4:49 PM IST
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ક્ષિપ્રામાં લગાવશે આસ્થાની ડૂબકી
રાજ્યમાં અછતની સ્થિતિને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ખાસ રાહત પેકેજ મેળવવા માટે આજે દિલ્હી ગયેલા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવતીકાલે ઉજ્જૈન જશે અને ત્યાં ચાલી રહેલા સિંહસ્થ કુંભમેળામાં આસ્થાની ડૂબકી લગાવશે.

  • Pradesh18
  • Last Updated: May 16, 2016, 4:49 PM IST
  • Share this:
અમદાવાદ #રાજ્યમાં અછતની સ્થિતિને પહોંચી વળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ખાસ રાહત પેકેજ મેળવવા માટે આજે દિલ્હી ગયેલા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવતીકાલે ઉજ્જૈન જશે અને ત્યાં ચાલી રહેલા સિંહસ્થ કુંભમેળામાં આસ્થાની ડૂબકી લગાવશે.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અછતની સ્થિતિ અંગે તાકીદની બેઠક કરી હતી. જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં અછતની સ્થિતિ અંગે વિગતે છણાવટ કરી ખાસ પેકેજની માંગ કરી હતી. બેઠક બાદ તેઓ ગુજરાત ભવન રોકાશે અને આવતી કાલે મંગળવારે તેઓ એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના આમંત્રણને માન આપી ઉજ્જૈન જવાના છે.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉજ્જૈન ખાતે બે દિવસના પ્રવાસે રહેશે અને ત્યાં સિંહસ્થ કુંભમેળામાં મોક્ષદાયિની ક્ષિપ્રા નદીમાં આસ્થાની ડૂબકી લગાવશે.
First published: May 16, 2016, 4:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading