Home /News /madhya-gujarat /

Gujarat Bypoll : પેટાચૂંટણીમાં BJPની વિજય કૂચ, CM રૂપાણીએ કહ્યું, 'આ ચૂંટણી 2022નું ટ્રેલર છે'

Gujarat Bypoll : પેટાચૂંટણીમાં BJPની વિજય કૂચ, CM રૂપાણીએ કહ્યું, 'આ ચૂંટણી 2022નું ટ્રેલર છે'

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સી.આર. પાટીલનની ફાઇલ તસવીર

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સ સંબોધી

    અમદાવાદ : રાજ્યમાં પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ગુજરાતની તમામ 8 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામમાં ભાજપ વિજય ભણી છે. ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે 'આવનારા દિવસોમાં હવે ભાજપના 111 ધારાસભ્યો થઈ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે જ કૉંગ્રેસની આવી હાલત છે.'

    મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે 'પેટાચૂંટણીના આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ”

    સી.આર. પાટીલે જણાવ્યું કે “કોઈ એક મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ અમે પેજ કમિટિને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. અમે લોકો સુધી પહોંચવા માટે લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવો અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે ખૂબ મહત્ત્વનો ભાગ છે. વડાપ્રાન મોદીનો જે કામ કરવાની પદ્ધતિ છે. તેમના દ્વારા બનેલી યોજનાઓ દરેક તબક્કાને મળે તેવું કામ કર્યુ છે. મતદારો સાથે સંપર્ક કરવામાં કાર્યકરોએ જે કામ કર્યુ છે તેનું આ પરિણામ છે”

    આ પણ વાંચો : Gujarat By Election Live : જનતાને આયાતી ઉમેદવારો પર વિશ્વાસ, ભાજપ તમામ બેઠક પર આગળ

    'તમે જેના ખીલ્લે કૂદો છો તેનું જ કઈ અસ્તિત્વ નથી”

    મુખ્યમંત્રી રૂપાણીએ તેમના મુખ્યમંત્રી પદ પર સર્જાયેલા સવાલ અંગે જણાવ્યું કે તમે જેના ખિલ્લે કૂદો છો એનું અસ્તિત્વ જ કઈ નથી. સમગ્ર દેશમાં ભાજપ આગળ વધી રહ્યું છે. જે વલણ છે તે મુજબ કૉંગ્રેસ પાસે લોકો વચ્ચે જવાનો સમય નથી. કૉંગ્રેસનો જાકારો છે. આ વિજય જનતાનો વિજય છે.

    પરિણામના અપડેટ : 12:30 વાગ્યાના અપડેટ

    મોરબી : 17 રાઉન્ડના અંતે કૉંગ્રેસ ઉમેદવાર 29,158 મત. ભાજપના ઉમેદવારને મળ્યાં 32,361 મત.

    કપરાડા: 10 રાઉન્ડ બાદ ભાજપ ઉમેદવાર જીતુ ચૌધરીને કુલ 39,926 મત. કોંગ્રેસ ઉમેદવાર બાબુ વરઠાને કુલ 21,762 મત મળ્યા. ભાજપ ઉમેદવાર 18,164 મતથી આગળ છે.

    અબડાસા: 17 રાઉન્ડ બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 19,521 મતથી લીડ.

    ડાંગ: વિધાનસભાની પેટા ચૂંટણીમાં 15મા રાઉન્ડના અંતે ભાજપાનાં વિજય પટેલ 24,785 મતોથી આગળ.કરજણ: 18મા રાઉન્ડ બાદ બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલને 45,590 મત. કૉંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 39,989 મત મળ્યાં. બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલ 5,601 મતોથી આગળ.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Election Result, Gujarat BJP, Gujarat Bypoll, Gujarat Bypoll 2020, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन