પક્ષપલટો કરનાર નેતાઓ પાસેથી જ ચૂંટણી ખર્ચ વસૂલ કરવો જોઈએ, જાહેર હિતની અરજી


Updated: October 27, 2020, 11:38 PM IST
પક્ષપલટો કરનાર નેતાઓ પાસેથી જ ચૂંટણી ખર્ચ વસૂલ કરવો જોઈએ, જાહેર હિતની અરજી
પ્રતિકાત્મક તસવીર

2017ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના 15 ધારાસભ્યો પક્ષ છોડી ભાજપમાં ગયા છે, આ કેસની વધુ સુનાવણી 29મી ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે

  • Share this:
અમદાવાદ : લોભ-લાલચ અને સ્વાર્થનું રાજકારણ રમતા નેતાઓ પોતાના પક્ષને છોડીને બીજા પક્ષમાં જોડાઇ પેટાચૂંટણીઓ લડે તો તેમની જોડેથી જ ચૂંટણીનો ખર્ચ વસૂલ કરવો જોઇએ તેવી માગ સાથે હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના 15 ધારાસભ્યો પક્ષ છોડી ભાજપમાં ગયા છે અને તેઓ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા, જેમાંથી કેટલાક ફરી ચૂંટાયા પણ હતા. એક વિધાનસભા બેઠક પર ચૂંટણી માટે પંચને એકથી બે કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. અંગત દાવપેચ માટે પ્રજાના નાણાનો વ્યય કરનારા ધારાસભ્યો પાસેથી ખર્ચની રિકવરી કરવા ચૂંટણી પંચે તેમની સત્તાનો ઉપયોગ કરવો જોઇએ. આ કેસની વધુ સુનાવણી 29મી ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.

આ કેસમાં એડવોકેટ કે.આર. કોષ્ટિએ પાર્ટી ઇન પર્સન તરીકે રિટમાં રજૂઆત કરી છે કે ડિસેમ્બર-2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 182 બેઠકો પૈકી વર્તમાન શાસક પક્ષ ભાજપને 99 બેઠકો મળી હતી અને કોંગ્રેસ(ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ)ને 77 બેઠકો મળી હતી. ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં કોંગ્રેસના 15 ધારાસભ્યોએ અંગત કારણો આપી ધારાસભ્યપદેથી અને પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારબાદ આ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે લડયા હતા. જેમાં ઘણા ધારાસભ્યો ફરીથી ચૂંટાયા હતા. પક્ષાંતરધારાના કાયદાની જોગવાઇઓથી બચવા ધારાસભ્યો આવા દાવપેચ કરતા હોય છે.

આ પણ વાંચો - આ નરેશ કનોડિયા નહીં તેમનો ડુપ્લિકેટ છે! આવી રીતે દિગ્ગજ કલાકારને કર્યા યાદ

જુલાઇ-2018થી લઇ જૂન-2020 સુધી કુલ 15 ધારાસભ્યો આવા દાવપેચ રમ્યા છે અને તેમના લીધે લોકોના ટેક્સના રૂપિયે પેટાચૂંટણીઓ યોજાઇ છે અને વર્તમાનમાં પણ યોજાઇ રહી છે. ધારાસભ્યો દ્વારા અંગત કારણ આપી પોતાના સ્વાર્થ માટે લેવાતાં આવા પગલા ભ્રષ્ટાચાર અને હોર્સ ટ્રેડિંગના સંકેતો આપે છે. એક વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજવા આશરે એકથી બે કરોડ રૂપિયાનો ખર્ચ ચૂંટણી પંચને થાય છે અને આ ખર્ચ લોકોના ટેક્સના નાણા દ્વારા એકત્ર થયેલા ભંડોળમાંથી ચૂકવવામાં આવે છે.

બંધારણના અનુચ્છેદ-324 મુજબ ચૂંટણી પંચને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાની સત્તા આપવામાં આવી છે. જે-તે વિધાનસભા ક્ષેત્રના લોકોએ વિશ્વાસ રાખી જે ધારાસભ્યોને ચૂંટયા છે તેઓ પોતાના અંગત હિતો અને પોતાની સમૃદ્ધિ માટે રાજીનામું આપી ફરી પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે, જેના ખર્ચનો બોજ આખરે પ્રજા પર આવે છે. તેથી આ નેતાઓ જોડેથી ચૂંટણીના ખર્ચના રૂપિયા વસૂલવા જોઇએ.
Published by: Ashish Goyal
First published: October 27, 2020, 11:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading