ગાંધીનગર: ત્રીજી તારીખે ગુજરાતની આઠ વિધાનસભાની બેઠક પર પેટા-ચૂંટણી (Gujarat Bypoll) યોજાઈ હતી. ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણી પહેલા કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા ગુજરાતમાં પેટા ચૂંટણી કરવાની ફરજ પડી છે. આઠ બેઠક પરથી પાંચ બેઠક પર ભાજપે આયાતી ઉમેદવાર એટલે કે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા (Congress Turncoat) ઉમેદવારને ટિકિટ આપી છે. જેમાં અબડાસા, મોરબી, કરજણ, કપરાડા અને ધારી બેઠકનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ બેઠક પર ભાજપે 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર સામે ચૂંટણી હારેલા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં ધારીના કૉંગ્રેસના ઉમેદવાર જે.વી. કાકડિયાએ ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને 15 હજારના માર્જિનથી હાર આપી હતી. કપરાડાની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જિતુ ચૌધરીને ફક્ત 170 મતના માર્જિનથી જીત થઈ હતી.