પેટા ચૂંટણી : એક ક્લિકમાં જાણો ગુજરાતની છ બેઠકનું ચૂંટણી પરિણામ

News18 Gujarati
Updated: October 24, 2019, 11:16 PM IST
પેટા ચૂંટણી : એક ક્લિકમાં જાણો ગુજરાતની છ બેઠકનું ચૂંટણી પરિણામ
અજમલ ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, રઘુ દેસાઈ, કેશુભાઈ પટેલ.

છ બેઠકોમાંથી ત્રણ બેઠક પર ભાજપ અને ત્રણ બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :  21મી ઓક્ટોબરના રોજ ગુજરાતની છ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જે બાદમાં આજે (24 ઓક્ટોબર) મતગણતરી થઈ હતી.  છ બેઠકોમાંથી ત્રણ બેઠક પર ભાજપ અને ત્રણ બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે.

રાધનપુર : આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર રધુ દેસાઈની 3807 મતે જીત થઈ છે. આ બેઠક પર ભાજપમાંથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે કૉંગ્રેસમાંથી રઘુ દેસાઈ મેદાનમાં હતાં. કૉંગ્રેસના અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી.

અમરાઈવાડી બેઠક : આ બેઠક પર ભાજપના જગદીશ પટેલની 5228 મતે જીત થઈ છે. આ બેઠક પર ભાજપમાંથી જગદીશ પટેલ મેદાનમાં હતા. જ્યારે કોંગ્રેસ તરફથી ધર્મેન્દ્ર પટેલ મેદાનમાં હતા. ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા અમરાઈવાડી બેઠક ખાલી પડી હતી.

થરાદ બેઠક : આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહની જીત થઈ છે. ગુલાબસિંહે ભાજપના ઉમેદવાર સામે 6372 મતોથી વિજય મેળવ્યો છે.  ભાજપ તરફથી આ બેઠક પર જીવાભાઈ પટેલ મેદાનમાં હતા. જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી.

તસવીર - ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા


લુણાવાડા બેઠક : આ બેઠક પર ભાજપના ઉમેદવારની 11952  મતોથી જીત થઈ છે. આ બેઠક પર ભાજપ તરફથી જીગ્નેશ સેવક મેદાનમાં હતા. જ્યારે કૉંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી.  આ બેઠક પરથી ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પર બીજેપીની ટિકિટ પર ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.ખેરાલુ બેઠક : આ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોરની 29091  મતોથી જીત થઈ છે. કોંગ્રેસ તરફથી આ બેઠક પર બાબુજી ઠાકોર મેદાનમાં હતા. ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.

બાયડ : આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની 743 મતથી જીત થઈ છે. આ બેઠક પર ભાજપ તરફથી પક્ષ પલટો કરીને આવેલા ધવલસિંહ ઝાલા મેદાનમાં હતા. કોંગ્રેસે આ બેઠક પરથી જશુભાઈ પટેલને ટિકિટ ફાળવી છે. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.
First published: October 24, 2019, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading