ગુજરાત પેટા-ચૂંટણી પરિણામ: જુઓ તમામ બેઠક પર ભાજપ-કૉંગ્રેસની સ્થિતિ

ગુજરાત પેટા-ચૂંટણી પરિણામ: જુઓ તમામ બેઠક પર ભાજપ-કૉંગ્રેસની સ્થિતિ
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠક પર ત્રીજી નવેમ્બરના રોજ પેટા-ચૂંટણી યોજાઈ હતી, આજે પરિણામની જાહેરાત.

 • Share this:
  ગાંધીનગર: ત્રીજી તારીખે ગુજરાતની આઠ વિધાનસભાની બેઠક પર પેટા-ચૂંટણી (Gujarat Bypoll) યોજાઈ હતી. ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણી પહેલા કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા ગુજરાતમાં પેટા ચૂંટણી કરવાની ફરજ પડી છે. આજે મતગણતરી યોજાઈ છે ત્યારે ભાજપ અને કૉંગ્રેસની સ્થિતિ જોઈએ.

  3:00 વાગ્યાની સ્થિતિ  ત્રણ વાગ્યાની સ્થિતિ જોઈએ તો કુલ આઠ બેઠકમાંથી સાત બેઠક પર ભાજની જીત નિશ્ચિત છે. જ્યારે મોરબીની એક બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે.

  1:15 વાગ્યાની સ્થિત:

  ડાંગ: પેટા ચૂંટણીમાં 18મા રાઉન્ડમાં ભાજપાના વિજય પટેલ 30,736 મતોથી આગળ

  કરજણ: 23મા રાઉન્ડ બાદ બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલને 60,125 મત. કોંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 49,727 મત મળ્યાં.

  ગઢડા: ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર 17મા રાઉન્ડના અંતે 17,100 મતે આગળ.

  લીંબડી: 25મા રાઉન્ડના અંતે ભાજપના કિરીટસિંહ રાણા 24,861 મતોથી આગળ.

  અબડાસા: 20 રાઉન્ડ બાદ ભારતીય જનતા પાર્ટીને 22,823 મતોની લીડ.

  12:30 વાગ્યાના અપડેટ

  મોરબી : 17 રાઉન્ડના અંતે કૉંગ્રેસ ઉમેદવાર 29,158 મત. ભાજપના ઉમેદવારને મળ્યાં 32,361 મત.

  કપરાડા: 10 રાઉન્ડ બાદ ભાજપ ઉમેદવાર જીતુ ચૌધરીને કુલ 39,926 મત. કોંગ્રેસ ઉમેદવાર બાબુ વરઠાને કુલ 21,762 મત મળ્યા. ભાજપ ઉમેદવાર 18,164 મતથી આગળ છે.

  અબડાસા: 17 રાઉન્ડ બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 19,521 મતથી લીડ.

  ડાંગ: વિધાનસભાની પેટા ચૂંટણીમાં 15મા રાઉન્ડના અંતે ભાજપાનાં વિજય પટેલ 24,785 મતોથી આગળ.

  કરજણ: 18મા રાઉન્ડ બાદ બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલને 45,590 મત. કૉંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 39,989 મત મળ્યાં. બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલ 5,601 મતોથી આગળ.

  ધારી: 14મા રાઉન્ડના અંતે ભાજપ 15,500 મતોથી આગળ.

  લીંબડી: 19મા રાઉન્ડના અંતે ભાજપના કિરીટસિંહ રાણા 22,982 મતોથી આગળ.

  11 વાગ્યાના અપડેટ:

  લીંબડી: 12મા રાઉન્ડના અંતે કિરીટસિંહ રાણા 15,555 મતથી આગળ.
  ડાંગ: નવમા રાઉન્ડમાં ભાજપાનાં વિજય પટેલ 14,066 મતોથી આગળ.
  કપરાડા: છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 9,875 મતથી આગળ.
  કરજણ: 10 રાઉન્ડના અંતે બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલને 27,958 મત મળ્યા. કૉંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 19,427 મત મળ્યાં છે. બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલ 8,531મતોથી આગળ.
  અબડાસા: 10 રાઉન્ડ બાદ ભાજપને 11,541 મતની લીડ.
  ધારી: સાતમા રાઉન્ડને અંતે આત્મારામ પરમારને 8,376 મતોથી આગળ.

  ભાજપ કૉંગ્રેસની સ્થિતિ:

  અબડાસા: અબડાસા બેઠક પર પાંચમાં રાઉન્ડ દરમિયાન ભાજપના ઉમેદવારને 2,216 મત મળ્યાં. જ્યારે કૉંગ્રેસ ઉમેદવાર શાંતિલાલ સેંધાણીને 1,726 મત મળ્યા છે.

  મોરબી: આઠમાં રાઉન્ડનાં અંતે કૉંગ્રેસ ઉમેદવાર જયંતીલાલ પટેલ 13,908 મત મળ્યાં જ્યારે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને 10,623 મત મળ્યાં. એકમાત્ર બેઠક પર કૉંગ્રેસ આગળ

  ધારી: બેઠક પર ચોથા રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર જે.વી.કાકડિયાને 7,297 મત મળ્યા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા 6,212 મતથી આગળ.

  કરજણ: છઠ્ઠા રાઉન્ડના અંતે બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલને 16,749 મત મળ્યા, જ્યારે કૉંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 13,207 મત મળ્યાં છે. બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલ 3542 મતોથી આગળ.

  આ પણ વાંચો: કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારોની અગ્નિ પરીક્ષા: ગત ચૂંટણીમાં કાકડિયા 15 હજાર, જિતુ ચૌધરી 170 મતથી જીત્યા હતા

  કપરાડા: કપરાડા વિધાનસભા બેઠક પર ચોથા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 6323 મતથી આગળ ચાલી રહ્યા છે.

  ગઢડા: ગઢડા વિધાનસભા બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે ભાજપને 2,436 મત મળ્યાં, જ્યારે કૉંગ્રેસને 1,286 મત મળ્યા છે.

  ડાંગ: બેઠક પર પાંચમાં રાઉન્ડમાં ભાજપના વિજય પટેલ આગળ રહેતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ. મતગણતરી કેન્દ્રની બહાર કાર્યકર્તાઓની ભીડ. ભારત માતા કી જયના નારા લાગ્યા.

  લીંબડી: આ બેઠક પર આઠમાં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા 11, 972 મતથી આગળ છે.  કોની કોની વચ્ચે ટક્કર?

  અબડાસા---પ્રદ્યુમનસિંહ જાડેજા--ડો.શાંતિલાલ સંઘાણી
  મોરબી------બ્રિજેશ મેરજા-------જયંતીલાલ પટેલ
  ધારી--------જે.વી. કાકડિયા-----સુરેશ કોટડિયા
  કરજણ------અક્ષય પટેલ--------કિરીટસિંહ જાડેજા
  કપરાડા------જિતુ ચૌધરી--------બાબુભાઈ વરઠા
  ગઢડા--------આત્મરામ પરમાર--મોહનલાલ સોલંકી
  ડાંગ----------વિજય પટેલ-------સૂર્યકાંત ગાવિત
  લીંબડી-------કિરીટસિંહ રાણા---ચેતન ખાચર
  Published by:Vinod Zankhaliya
  First published:November 10, 2020, 11:00 am

  ટૉપ ન્યૂઝ