મંત્રી પાટકરના ભાષણ પર કોંગ્રેસનો વાર, રાજ્યપાલને પત્ર લખી મંત્રી અને સીએમના રાજીનામાની ફરિયાદ કરી

News18 Gujarati
Updated: October 26, 2020, 6:17 PM IST
મંત્રી પાટકરના ભાષણ પર કોંગ્રેસનો વાર, રાજ્યપાલને પત્ર લખી મંત્રી અને સીએમના રાજીનામાની ફરિયાદ કરી
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ચૂંટણી પંચ અને રાજ્યપાલને પત્ર લખી મંત્રી સામે પગલા માંગ કરી

સીએમ વિજય રૂપાણીની હાજરીમાં મંત્રી પાટકરનું ભાષણ મંત્રીએ લીધેલ સંવિધાનના શપથનું ઉલ્લંઘન છે - મનિષ દોશી

  • Share this:
અમદાવાદ : મંત્રી રમણ પાટકરના નિવેદન પર કોંગ્રેસે ચૂંટણી પંચ અને રાજ્યપાલને પત્ર લખી મંત્રી અને સીએમના રાજીનામાની ફરિયાદ કરી છે.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ચૂંટણી પંચ અને રાજ્યપાલને પત્ર લખી મંત્રી સામે પગલા માંગ કરી છે.

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે મંત્રી પાટકરે સ્વીકાર્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યોને સરકાર ઓછા નાણાં આપે છે. મંત્રીએ જનપ્રતિનિધિ ધારા 1951ની કલમ 123નું ઉલ્લંઘન કરતા ભ્રષ્ટાચાર રિત રસમ દ્વારા કપરાડાના મતદારોને સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આકર્ષવાની કામગીરી છે. જે ચૂંટણી પંચના નિયમનું ઉલ્લંઘન છે. મંત્રી રમણ પાટકરે જે રીતે કપરડામાં સભામાં જણાવ્યુ હતું કે જીતુભાઇ કોંગ્રેસ ધારાસભ્ય હતા એટલે એમને ફંડ ઓછું ફાળવતા હતા અને ભાજપના સંગઠનને નાણાં ફાળવાના હોય છે. જીતુભાઇ કોંગ્રેસ ધારાસભ્ય તરીકે વચન આપે ત્યા કામ ન થાય પણ હવે અમે નાણાં ફાળવણી કરીશું . સીએમ વિજય રૂપાણીની હાજરીમાં મંત્રી પાટકરનું ભાષણ મંત્રીએ લીધેલ સંવિધાનના શપથનું ઉલ્લંઘન છે. કારણે કે મંત્રીએ શપથ લેતા વખતે કહ્યું હતું કે હું કોઇ સાથે ભેદભાવ કરીશ નહીં.


આ પણ વાંચો - ખુશખબર! વૃદ્ધો ઉપર પણ અસરકારક જોવા મળી Oxfordની કોરોના વેક્સીન

વધુમાં મનિષ દોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે વારંવાર કહ્યું છે કે નાણાં આપવામા સરકાર ભેદભાવ કરતી રહી છે જે હવે મંત્રીના નિવેદનથી પુરવાર થયું છે. જે વાતનો સ્વીકાર ખુદ રાજ્ય સરકારના મંત્રીએ CMની હાજરીમાં કર્યો છે. ભાજપનો ખેડૂત, આદિવાસી અને ગામડા વિરોધી ચહેરો ખુલ્લો પડ્યો છે. પાટકરની વાત સાબિત કરે છે કે સરકાર સંવિધાનનું ઉલ્લંઘન કરે છે. સંવિધાનનું ઉલ્લંઘન કરનાર CMએ તાત્કાલિક રાજીનામુ આપવું જોઈએ.
Published by: Ashish Goyal
First published: October 26, 2020, 6:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading