Home /News /madhya-gujarat /ઉર્જા મંત્રીને કોંગ્રેસનો ટોણો, સિરામીક ઉદ્યોગ જોખમમાં હતો ત્યારે તો મોરબી ગયા ન હતા

ઉર્જા મંત્રીને કોંગ્રેસનો ટોણો, સિરામીક ઉદ્યોગ જોખમમાં હતો ત્યારે તો મોરબી ગયા ન હતા

ભાજપમાં જોડાયેલા કિશોર ચીખલીયા મુદ્દે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું - કોંગ્રેસમાં જ્યારે હોય ત્યારે ભ્રષ્ટાચારી લાગે અને કમલમમાં જાય તો પવિત્ર થઈ જાય છે

ભાજપમાં જોડાયેલા કિશોર ચીખલીયા મુદ્દે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું - કોંગ્રેસમાં જ્યારે હોય ત્યારે ભ્રષ્ટાચારી લાગે અને કમલમમાં જાય તો પવિત્ર થઈ જાય છે

    અમદાવાદ : રાજ્યમાં 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે. ટિકિટ વહેંચણીને લઈ નારાજ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. કિશોરભાઈએ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને આઈ.કે. જાડેજાની હાજરીમાં ટેકેદારો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો. આ તળજોડની રાજનીતિમાં કોંગ્રેસે ઉર્જા મંત્રી પર સવાલો ઉઠાવ્યા છે. મોરબીનો સિરામીક ઉદ્યોગ જોખમમાં હતો ત્યારે મોરબી કેમ ગયા ન હતા તેવો ટોણો પણ માર્યો છે.

    મોરબીમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સિરામીક ઉદ્યોગ જોખમમાં હતો ત્યારે સૌરભ પટેલ ક્યારેય મોરબી ગયા નથી અને તોડજોડની રાજનીતિ કરવા મોરબી પહોંચી ગયા. તેમણે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે ચીનની સિરામીક મોટા પાયે ભારતમાં ઠલવાય છે અને મૂળ ગુજરાતના ઉદ્યોગોને નુકસાન થાય છે શું આ છે ભાજપનો રાષ્ટ્રવાદ. ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિથી 55 હજાર જેટલા નાનાં ઉદ્યોગો મૃતપાય અવસ્થામાં હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. મંદીનો માર અને GSTના નામે ભાજપે ઉદ્યોગોની કમર તોડી નાખી છે.

    આ પણ વાંચો - શું મા અમૃતમ કાર્ડની યોજના બંધ થશે? આરોગ્ય કમિશ્નરે કરી આવી સ્પષ્ટતા

    ભાજપમાં જોડાયેલા કિશોર ચીખલીયા મુદ્દે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં જ્યારે જે હોય ત્યારે ભ્રષ્ટાચારી લાગે અને કમલમમાં જાય તો પવિત્ર થઈ જાય છે. બે વર્ષ પહેલાં જે ભ્રષ્ટ લાગતા હતા તે આજે પવિત્ર થઈ ગયા છે. જેમની સામે ભાજપે Acbમાં 2 લાખનો કેસ કર્યો હતો તેમણે આજે કમળનો ખેસ પહેર્યો એટલે પવિત્ર થઈ ગયા છે.
    " isDesktop="true" id="1035878" >

    મહત્વનું છે કે 8 બેઠકોની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કિશોર ચીખલીયા મુદ્દે કોંગ્રેસે ઉર્જા મંત્રી સામે સવાલો ઉઠાવ્યા છે પણ કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવી શકતી નથી એ પણ એક કડવું સત્ય છે અને 8 બેઠકોની પેટા ચૂંટણી પણ એક તેનું જ ઉદાહરણ છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन