Home /News /madhya-gujarat /Gujarat Bypoll : કૉંગ્રેસની હાર પર બોલ્યા અમિત ચાવડા, 'અમને એવું હતું કે પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે'

Gujarat Bypoll : કૉંગ્રેસની હાર પર બોલ્યા અમિત ચાવડા, 'અમને એવું હતું કે પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે'

ધાનાણીએ ટ્વીટર પર ભડાસ કાઢી 'મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય'

ધાનાણીએ ટ્વીટર પર ભડાસ કાઢી 'મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય'

     અમદાવાદ : ગુજરાત વિધાનસભા (Gujarat ByPoll Result) પેટા ચૂંટણીમાં ભાજપે આઠે આઠ બેઠક જીતી લીધી છે અને કૉંગ્રેસનો સફાયો થયો છે. પેટા ચૂંટણીમાં મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યમાં પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ગુજરાતની તમામ 8 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામમાં ભાજપ (BJP)વિજય ભણી છે. ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે 'આવનારા દિવસોમાં હવે ભાજપના 111 ધારાસભ્યો થઈ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે જ કૉંગ્રેસની આવી હાલત છે.' તો કૉંગ્રેસની (Congress) હાર વિશે અમિત ચાવડાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સ કરી અને કહ્યું કે 'અમને એવું હતું કે પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે, પણ અમે પ્રજાનો જનાદેશ સ્વીકારીએ છીએ”

    ચાવડાએ કહ્યું કે “રાજ્યસભાની એક બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ કૉંગ્રેસના ધારાસભ્યોને પક્ષ પલટો કરાવતા કોરોનાના કપરાકાળમાં પ્રજાના માટે 8 બેઠકોની ચૂંટણી આવી હતી. જે લોકોએ સત્તાના જોરે, પૈસાના જોરે આ ચૂંટણીઓમાં ઝંપલાવ્યું તેમને પ્રજા હરાવશે તેવું અમારું અનુમાન હતું. અમને એવું હતું કે પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે પરંતુ લોકશાહીમાં પ્રજાનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ. અમે હારના કારણો ચકાસીશુ અને ફરીથી પ્રજાની વચ્ચે પ્રજાના પ્રશ્નો લઈને જઈશું. આ વિષય સ્થિતિમાં પણ ભાજપ સામે લડ્યા તે બદલ કાર્યકર્તાઓને અભિનંદન”
    " isDesktop="true" id="1045114" >

    આ પણ વાંચો : Gujarat Bypoll : પેટાચૂંટણીમાં BJPની વિજય કૂચ, CM રૂપાણીએ કહ્યું, 'આ ચૂંટણી 2022નું ટ્રેલર છે'

    પરેશ ધાનાણીએ ભ્રષ્ટાચાર પર ઠીકરું ફોડ્યુ

    ધાનાણીએ ચૂંટણીના પરિણામોનું ઠીકરું ભ્રષ્ટાચાર પર ફોડ્યું હતું ધાનાણીએ 'ટ્વીટરમાં લખ્યું

    “"પેટા ચૂંટણીના પરિણામ"

    પરિણામ ઈ અમારી 'ઊણપો'નો અરિસો,
    "જનાદેશ"નો નત મસ્તકે સ્વીકાર કરુ છુ,

    મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી
    કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય,

    ભાજપના "ભાઈ" અને "ભાઉ" સહિત
    વિજેતા ઉમેદવારોને અંતરથી અભિનંદન,

    આઝાદીની લડાઈમા અડીખમ ઊભેલા
    કોંગ્રેસી કાર્યકરોને સલામ..!”

    આ પણ વાંચો :  Gujarat Bypoll : કૉંગ્રેસની 'દિવાળી બગડી,' પક્ષ છોડનારા નેતાને 'ગદ્દાર' ગણાવવા ભારે પડ્યા! આવી રીતે પલટી બાજી

    મરતા દમ સુધી કૉંગ્રેસમાં રહીશ : હાર્દિક પટેલ

    હાર્દિક પટેલે કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વને મેસેજ આપતું ટ્વીટ હિંદીમાં લખ્યું હતું. હાર-જીતના કારણો દ્વારા વેપારી બદલાય છે, વિચારધારાના અનુયાયી નહીં. લડીશ-જીતીશ, મરતા દમ સુધી કૉંગ્રેસમાં રહીશ”
    First published: