ગુજરાત પેટા ચૂંટણી : ભાજપે ચૂંટણી પ્રચાર માટે ઘડી ખાસ રણનીતિ, તમામ બેઠક જીતવાનું લક્ષ્ય


Updated: July 3, 2020, 1:18 PM IST
ગુજરાત પેટા ચૂંટણી : ભાજપે ચૂંટણી પ્રચાર માટે ઘડી ખાસ રણનીતિ, તમામ બેઠક જીતવાનું લક્ષ્ય
પ્રતિકાત્મક તસવીર

ભાજપે ચૂંટણી જાહેર થયા પહેલા જ 16 ચૂંટણી ઇન્ચાર્જની નિમણૂક કરી દીધી છે, આ લોકો આગામી દિવસોમાં જે તે વિસ્તારમાં જશે.

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસે (Coronavirus) અનેક સેક્ટરમાં સીધી કે આડકતરી અસર કરી છે. જેમાંથી રાજકીય પક્ષો પણ બાકાત નથી. રાજ્યમાં 8 સીટ પર આગામી દિવસોમાં પેટા ચૂંટણી (Gujarat Bypoll) યોજાનાર છે. આ ચૂંટણીમાં ભાજપે સોશિયલ મીડિયા (Social Media) ભરપૂર પ્રચાર કરવાનું આયોજન કરી દીધું છે. પેટા ચૂંટણી જાહેર થયા પહેલા ભાજપે 16 ઇન્ચાર્જ (Gujarat Bypoll Incharge)ની નિમણૂક કર ચૂંટણીની કામગીરી આરંભી દીધી છે. આગામી સમયમાં પ્રચાર પણ પૂરજોશમાં ચાલુ કરવાનું આયોજન ભાજપે કરી લીધું છે.

કોરોનાના કહેર વચ્ચે ભાજપે આ વખતે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. જે પ્રમાણે કેન્દ્રીય નેતાગીરી ડિજિટલ રેલી કરી રહ્યું છે એ જ રીતે રાજ્યની 8 સીટ પર પ્રદેશ ભાજપ પ્રચાર કરશે. જે આઠ બેઠક પર ચૂંટણી છે એ તમામ વિસ્તારમાં ભાજપ ડિજિટલ રેલીથી લોકો સુધી પહોંચશે. આ સાથે મેસેજથી સંદેશ પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો : રાજકોટમાં દાદાગીરી કરનાર કાર ચાલકના પોલીસે મોર બોલાવ્યા!

ભાજપ તરફથી જે 16 ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે તેઓ થોડા દિવસમાં જે તે વિસ્તારમાં જઈને વિસ્તારની સ્થિતિ જાણશે. આ ઉપરાંત સ્થાનિક મુદ્દાઓ અંગે પણ માહિતી મેળવશે અને ત્યાર બાદ આ રિપોર્ટ પ્રદેશ ઇન્ચાર્જને સોંપશે. જે બાદ ભાજપ સોશિયલ મીડિયામાં પ્રચાર પણ શરૂ કરશે.

નીચે વીડિયોમાં જુઓ આજના મહત્ત્વના સમાચાર
આ પણ વાંચો : દેશમાં પ્રથમ વખત સુરતમાં સમાજના સહયોગથી કોમ્યુનિટિ કોવિડ આઇસોલેશન સેન્ટર બન્યું

ભાજપ આ તમામ બેઠક જીતવાનો પ્રયાસ કરશે. ભાજપ ટ્વીટર, ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી લોકો સુધી પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામે પ્રચાર કરશે. પ્રચાર દરમિયાન કોરોનાની મહામારી સરકારે કરેલી કામગીરી, ખેડૂત માટે સરકારની યોજના અને સર્જીકલ સ્ટ્રાઈક, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારો માટે રાજ્ય સરકારે કરેલી કામગીરી પર ભાર આપવામાં આવશે. સાથે જ વીડિયો અને ઓડિયો સંદેશા તૈયાર કરી જે તે વિસ્તારના લોકો સુધી પહોંચાડવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
First published: July 3, 2020, 1:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading