Home /News /madhya-gujarat /ગુજરાત બજેટ : સિંહોના સંરક્ષણ માટે નવા શેત્રુંજી ડિવિઝનની રચના કરાશે

ગુજરાત બજેટ : સિંહોના સંરક્ષણ માટે નવા શેત્રુંજી ડિવિઝનની રચના કરાશે

ફાઇલ તસવીર

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વન અને પર્યાવરણ અંગે વિવિધ સુવિધાઓના વિકાસ માટે રૂ. ૬૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે વર્ષ 2019-20ના વર્ષ માટે રજુ કરેલા બજેટમાં વન અને પર્યાવરણ માટે રૂ. 1454 કરોડની જોગવાઇની જાહેરાત કરી હતી. જે અંતર્ગત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વન અને પર્યાવરણ અંગે વિવિધ સુવિધાઓનાં વિકાસ માટે રૂ. 64 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  વન-પર્યાવરણ માટે બજેટમાં કરવામાં આવેલી જાહેરાત

  • વનોના સંવર્ધન માટે રૂ. 358 કરોડની જોગવાઇ.

  • ગુજરાતના ગૌરવ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે નવા શેત્રુંજી ડિવિઝનની રચના કરાશે.

  • સિંહોના સંરક્ષણ માટે અદ્યતન હોસ્પિટલ, સિંહ એમ્બ્યુલન્સ, સીસીટીવી નેટવર્ક, રેડિયો કોલર, ડ્રોન સર્વેલન્સ વગેરે માટે રૂ. ૧૨૩ કરોડની જોગવાઈ.

  • રાજ્યમાં આવેલ વન્ય પ્રાણીઓનું સશક્ત રીતે સંરક્ષણ અને સંવર્ધન થાય, લુપ્ત થતી પ્રજાતિઓને યોગ્ય રક્ષણ મળે તે માટે રૂ. ૧૧૨ કરોડની જોગવાઇ.

  • સામાજિક વનીકરણ યોજના હેઠળ વનક્ષેત્રો બહારના વિસ્તારોમાં વૃક્ષોની સંખ્યા વધે તે માટે રૂ. ૨૬૭ કરોડની જોગવાઈ.

  • વીડીઓમાં ઘાસનું ઉત્પાદન વધારવા, તેમજ નવા ઘાસ ગોડાઉન બાંધવા રૂ. ૮૦ કરોડની જોગવાઇ.

  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વન અને પર્યાવરણ અંગે વિવિધ સુવિધાઓના વિકાસ માટે રૂ. ૬૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Finance Minister, Vijay Rupani, કૃષિ, નિતિન પટેલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन