Gujarat Budget 2021 : ગુજરાતના બજેટમાં યોજનાઓનો પટારો ખુલ્યો, વાંચો એક ક્લિકમાં તમામ જાહેરાત

Gujarat Budget 2021 : ગુજરાતના બજેટમાં યોજનાઓનો પટારો ખુલ્યો, વાંચો એક ક્લિકમાં તમામ જાહેરાત
નીતિન પટેલે વિધાનસભા ગૃહમા ખોલ્યો પટારો

સરકારે તમામ જાહેર કરેલી યોજનાઓને ફક્ત એક ક્લિક કરીને વાંચો, શિક્ષણ, રોજગારી, મહિલા, સ્વાસ્થ્ય, આરોગ્ય તમામ ક્ષેત્ર માટે યોજનાઓનો પટારો

 • Share this:
  ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે આજે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર (Gujarat Budget 2021-22) રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. નીતિન પટેલે ગુજરાતના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. નીતિન પટેલે (Nitin Patel) રજૂ કરેલું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. ફક્ત એક ક્લિકમાં વાંચો સરકારની તમામ મોટી જાહેરાતો ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે આજે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર (Gujarat Budget 2021-22) રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. નીતિન પટેલે ગુજરાતના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. નીતિન પટેલે (Nitin Patel) રજૂ કરેલું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. ફક્ત એક ક્લિકમાં વાંચો સરકારની તમામ મોટી જાહેરાતો

  શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 32,719 કરોડની જોગવાઇ  • શિક્ષણ એ સતત વિકાસની પ્રક્રિયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ આગામી સમયની જરૂરિયાત ધ્યાને લઇ ક્રાંતિકારી ફેરફારો સૂચવવામાં આવ્યા છે.  માતૃભાષામાં શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ પદ્ધતિને પરિવર્તનશીલ બનાવવામાં આવેલ છે. મિશન સ્કૂલસ ઓફ એકસેલન્સ ગુજરાતના વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે.

  • બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂ. 1207 કરોડનું આયોજન.

  • ધોરણ-1 થી 8 ના આશરે 45 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ રૂ. 1044 કરોડની જોગવાઇ.

  • રાઇટ-ટુ-એજયુકેશન એક્ટ અંતર્ગત રાજયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂ. 567 કરોડની જોગવાઇ.

  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય રૂપે રાહત પૂરી પાડવા માટે રૂ. 287 કરોડની જોગવાઈ.

  • 11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્સેશન માટે રૂ. 205 કરોડની જોગવાઇ.

  • કોલેજનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રૂ.200 કરોડની જોગવાઈ.

  • હયાત નિવાસી શાળાઓ જેવી કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળાઓ ખાતે ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે હેતુથી વિશાળપાયે માળખાગત સુવિધાઓ ઊભી કરવાની યોજના માટે રૂ. 80કરોડની જોગવાઇ

  .• રાજ્યની 200 પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે રૂ. 72 કરોડની જોગવાઇ.

  • માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ ઓગણીસ લાખ કરતાં વધુ વિધાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરાં પાડવા રૂ. 65 કરોડની જોગવાઇ

  • જે બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી ૧ કીલોમીટર કરતાં વધુ હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહનવ્યવહારની સુવિધા આપવા માટે રૂ. 60 કરોડની જોગવાઇ ઼

  • ઐતિહાસિક મહત્ત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓનું મહત્ત્વ અનેરુ છે. આ શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા માટે રૂ. 25 કરોડની જોગવાઇ. • રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા  વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઈ

  • વિદ્યાર્થીઓમાં સુષુપ્તાવસ્થામાં રહેલ શોધ ભાવનાને પ્રોત્સાહન આપી અવનવા સર્જનથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ નીતિ અંતર્ગત અંદાજીત ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઇ.

  • આઈઆઈટી એન્જિનીયરીંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે રાજયની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ઘોરણ-11 અને 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઇન ડિસ્ટન્સ લર્નિગની સુવિધા પૂરી પાડવાની યોજના માટે રૂ. 20 કરોડની જોગવાઇ.

  • અભિરૂચી ધરાવતાં બાળકોને સંસ્કૃત શિક્ષણમાં જોડવા પ્રોત્સાહન આપવા અને શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવાના હેતુથી 37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્દઢીકરણ માટે મિશન ગુરૂકુળ યોજના અંતર્ગત રૂ. 10 કરોડની જોગવાઇ.

  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. 11,323 કરોડની જોગવાઈ

  • રાજ્યમાં 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1477 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 321 શહેરી આરોગ્ય કેન્દ્રો અને 348 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આરોગ્યક્ષેત્રે વિકસાવવામાં આવેલી આ પાયાની સુવિધાઓના કારણે રાજય સરકારે આરોગ્ય સૂચકાંકમાં ખૂબજ સારો સુધારો હાંસલ કરેલ છે.

  •વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના અને રાજય સરકારની મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્ય આપવામાં આવે છે. આ યોજના માટે જોગવાઈ રૂ. 1106 કરોડ.

  •રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મુલ્ય સારવાર પૂરી પાડતી યોજના બાલસખા-3 માટે રૂ. 145 કરોડની જોગવાઈ. ઼

  •નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે રૂ.87 કરોડની જોગવાઈ.

  •પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સહાય માટે રૂ.66 કરોડની જોગવાઈ.

  •ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે 50 કરોડની જોગવાઈ.

  •ખૂબજ લોકપ્રિય અને ઉપયોગી બનેલ 108 એબ્યુલન્સ સર્વિસમાં હાલ ૬૨૨ એબ્યુલન્સ વાન કાર્યરત છે. નવી 150 એબ્યુલન્સ વાન સેવારત કરવા રૂ. 30 કરોડની જોગવાઈ.

  •સુરત ખાતે કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે સાધન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈ

  •રસીકરણની કામગીરી સુચારુરૂપથી કરવા માટે રાજ્યકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં ૯ જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે રૂ.૩ કરોડની જોગવાઇ.

  •20 સિવિલ હોસ્પિટલો ખાતે આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડવા ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે.

  મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂ. 3511 કરોડની જોગવાઇ

  •“સશક્ત મહિલા સુપોષિત ગુજરાતના અભિગમ સાથે રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડીઓ મારફત અંદાજીત 60 લાખ બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણનો લાભ આપવામાં આવે છે.

  •પૂરક પોષણ યોજનાઓ માટે રૂ. 939 કરોડની જોગવાઈ

  •ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અંદાજીત 8 લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા રૂ. 700 કરોડની જોગવાઇ.

  •રાજ્યની 15થી 18 વર્ષની 11 લાખ 76 હજાર કિશોરીઓને લાભ આપવા માટે પૂર્ણા યોજના અંતર્ગત રૂ. 220 કરોડની જોગવાઈ.

  •વિકાસશીલ તાલુકાઓ અને આદિજાતિ વિસ્તારના મળી કુલ 83 તાલુકામાં આંગણવાડી લાભાર્થીઓને ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટેની દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂ. 136 કરોડની જોગવાઈ.

  •છ માસથી ત્રણ વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા પ્રાયોગિક ધોરણે ડાંગ, દાહોદ, નર્મદા, દ્વારકા અને ભાવનગર જિલ્લામાં આયર્વેદિક ઔષધિઓના ઉપયોગનું આયોજન છે. જે માટે રૂ. 9 કરોડની જોગવાઇ.

  •નવી શિક્ષણ નીતિ-2020 અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સુદ્રઢ કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા 16 લાખથી વધુ બાળકોનો ગુણવત્તાયુક્ત વિકાસ માટે “પા પા પગલી” યોજનાનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે રૂ. 5 કરોડની જોગવાઈ.

  •સામાજિક ઉત્થાનના પ્રયાસ રૂપે પુનર્લગ્ન કરનાર વિધવા મહિલા ગૌરવ સાથે સન્માનિત જીવન નવેસરથી શરૂ કરી શકે તે માટે લાભાર્થી દીઠ રૂ. 50 હજારની સહાય કરવામાં આવશે. આ ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માટે રૂ. 3કરોડની જોગવાઈ

  પાણી પુરવઠા પ્રભાગ માટે કુલ રૂ. 3974 કરોડની જોગવાઈ

  •રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પીવાનું પર્યાપ્ત શુદ્ધ પાણી આપવા રાજ્ય સરકારે અનેક આયોજનો પૂર્ણ કર્યા છે. પાણી વિતરણ સુનિશ્ચિત કરવા 13,600 ગામો અને 209 શહેરી વિસ્તારોને આવરી લઇ 1 લાખ 26 હજાર કિલોમીટરની રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના નાગરિકોને ઘરે ઘરે નળથી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા “નલ સે જલ” યોજના અમલમાં મૂકેલ છે.

  •આપણી રાજ્ય સરકારે 82 ટકા ઘરો સુધી પાઈપલાઈનથી પાણી પહોંચાડવાનું કામ પૂર્ણ કરેલ છે. આગામી વર્ષોમાં રાજયનો કોઇપણ તાલુકો પીવાના પાણીના સોર્સ વિના ના રહે તે માટે આયોજન તેમજ અમલવારી કરવાનો સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે નર્મદા કેનાલ તેમજ મોટા ડેમ આધારિત પાઇપલાઇન મારફતે ખાતરીપૂર્વકના સોર્સ ઊભા કરવામાં આવશે. શહેરીકરણનો વધતો જતો વ્યાપ ધ્યાને લઈ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની આસપાસના ઓ.જી.વિસ્તારમાં પીવાના પાણી અને ડ્રેનેજ માટે શહેરી સત્તામંડળ સાથે સંયુક્ત રીતે ભવિષ્યલક્ષી આયોજન કરવામાં આવશે.

  •આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ2841 ગામોના પ્રગતિ હેઠળના તથા 1941 ગામોના મંજૂર થયેલ પાણી પુરવઠાના કામો માટે રૂ. 1000 કરોડની જોગવાઇ.

  •સરફેસ સોર્સ આધારિત જુથ પાણી પુરવઠા યોજના મારફતે જિલ્લાના ગામોને પાણી પૂરું પાડવા વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં બલ્ક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ. 968 કરોડની જોગવાઈ.

  •સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવાનાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની ૧૪૩ કિલોમીટરની બલ્ક પાઇપલાઇન માટે રૂ. 675 કરોડની જોગવાઇ.

  •સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ગામોમાં જળ સલામતી પ્રદાન કરવા માટે ચાર જગ્યાએ 27 કરોડ લિટર ક્ષમતાના ડીસસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 300 કરોડની જોગવાઈ.

  •હર ઘર જલ યોજનામાં ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ જિલ્લાઓની 100% કામગીરી પૂર્ણ થયેલ છે. રાજ્યના બાકી રહેલ ૧૭ લાખ ૭૮ હજાર ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાના આયોજન અંતર્ગત રૂ. 300 કરોડની જોગવાઈ.

  •રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત જુદાં જુદાં શહેરી વિસ્તારોમાં ગંદા પાણીને ટ્રીટ કરી તેના પુન:ઉપયોગની યોજનાઓ માટે રૂ. 50 કરોડની જોગવાઈ.

  •અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગિક ગંદા પાણીના વહન માટે અંદાજે રૂ.2275કરોડના પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહેલ છે. જે માટે રૂ. 758 કરોડની જોગવાઇ.

  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ. 4353 કરોડની જોગવાઈ

  •વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃધ્ધ યોજના અને વય વંદના યોજના અંતર્ગત રૂ. 10 લાખ 95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂ. 1032 કરોડની જોગવાઈ.

  •પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતિજાતિના કુલ ઓગણચાલીસ લાખ એંશી હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ-9 અને 10માં અભ્યાસ કરતા છ લાખ ત્રેસઠ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂ. 549કરોડની જોગવાઇ.

  •આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાલ આવાસ યોજના હેઠળ સહાય આપવા રૂ. 159 કરોડની જોગવાઈ.

  •ધોરણ-9માં અભ્યાસ કરતી અનસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે એક લાખ બ્યાંશી હજાર કન્યાઓને વિનામુલ્યે સાયકલ આપતી સરસ્વતી સાધના યોજના હેઠળ રૂ.71 કરોડની જોગવાઇ

  •દિવ્યાંગોના સશક્તિકરણ માટે દિવ્યાંગ શિષ્યવૃત્તિ, દિવ્યાંગ સ્વરોજગારી અને એસ.ટી. બસમાં મફત મુસાફરી માટેની યોજના હેઠળ રૂ. 53 કરોડની જોગવાઇ.

  •માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે અનુસૂચિત જાતિના 14 હજાર લાભાર્થીઓને અને વિકસતી જાતિના 20 હજાર લાભાર્થીઓને સાધનો પૂરાં પાડવા માટે રૂ.44 કરોડની જોગવાઇ

  •અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ આપવામાં આવતી રૂ.10,000ની સહાયમાં રૂ. 2,000નો વધારો કરી રૂ. 12,000 કરવાની જાહેરાત કરું છું. આ માટે રૂ.40 કરોડની જોગવાઈ.

  •રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે રૂ. 19 કરોડની જોગવાઇ.

  •સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના માટે રૂ. 10 કરોડની જોગવાઈ.

  •80ટકા કે તેથી વધુ બૌદ્ધિક અસમર્થતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને માસિક રૂ.1000 પેન્શન આપવામાં આવે છે.  હવે આ યોજનાના લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી 80 ટકાથી ઘટાડીને 75 ટકા કરવાની જાહેરાત કરું છું. વધુમાં સેરેબ્રલ પાલ્સી અને ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને પણ આ યોજનામાં આવરી લેવામાં આવશે. જેના કારણે આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વધુ વ્યક્તિઓને પેન્શનનો લાભ મળશે. જે માટે રૂ. 9 કરોડની જોગવાઈ.

  •દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે રૂ. 8 કરોડની જોગવાઇ.

  •અનુસૂચિત જાતિની 28 અને વિકસતી જાતિની ૩૩ આદર્શ નિવાસી શાળાઓમાં સ્માર્ટ સ્કૂલ ઇ-લર્નિંગ પ્રોજેકટ શરૂ કરવા માટે રૂ. 3 કરોડની જોગવાઇ.

  •અનસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયના મકાન બાંધકામ માટે રૂ. 3 કરોડની જોગવાઈ.
  Published by:Jay Mishra
  First published:March 03, 2021, 13:52 pm

  ટૉપ ન્યૂઝ