ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ, પાટણ જિલ્લો પ્રથમ

News18 Gujarati
Updated: May 25, 2019, 4:16 PM IST
ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ, પાટણ જિલ્લો પ્રથમ
પ્રતિકાત્મક તસવીર

સુરતની આગમાં હોમાયેલા ધો. 12 સામાન્ય પ્રવાહનાં 3 વિદ્યાર્થીઓનાં પણ પરિણામ આવી ગયા છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં 3,56,869 નિયમિત ઉમેદવારો નોંધાયા હતાં. જે પૈકી 3,55,562 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં. 2,60,503 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. અમદાવાદ સિવાયના તમામ જિલ્લામાં બપોરે 12થી સાંજના પાંચ દરમિયાન વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્રોનું વિતરણ થશે. જ્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં બપોરે 3થી સાંજના 6 સુધી વિતરણ થશે.

નવરંગપુરા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ

આ વર્ષે વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું નવરંગપુરા છે. જેમાં 95.66% પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર પંચમહાલનું મોરવા રેણા છે, જ્યાં 15.43% પરિણામ આવ્યું છે.

આ પણ વાંચો : 'પપ્પા હું બારીમાંથી કુદી જાવ છું, મારો જીવ બચાવવાની કોશિશ કરીશ'

છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ

જિલ્લાવાર પરિણામોની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો પાટણ છે, જેને 85.03 % પરિણામ મેળવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છોટાઉદેપુર છે જેને 31.54% પરિણામ મેળવ્યું છે.100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધી

100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 222 છે, જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 79 છે. ગત વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 206 હતી જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 76 હતી. તો આ નંબર પ્રમાણે આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓનું પ્રમાણ વધ્યું છે અને 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓનું પ્રમાણ ઘટ્યું છે.

વિદ્યાર્થિનીઓએ મારી બાજી

આ વર્ષે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 67.94% નોંધાયું છે જ્યારે ગયા વર્ષે આ પરિણામ 63.71% નોંધાયું હતું. વિદ્યાર્થીઓ કરતાં આ વર્ષે વિદ્યાર્થિનીઓનું પરિણામ 79.27% નોંધાયું છે. જ્યારે ગયા વર્ષે આ પરિણામ 74.78% હતું.

આ પણ વાંચો : સુરત દુર્ઘટના: પરિણામના એક દિવસ પહેલાં આ વિદ્યાર્થિનીઓના મોત

સુરતની આગનાં મૃતકોનાં પણ આવ્યાં પરિણામ

સુરતની આગમાં જેમાના મોત થયા છે તેમાંથી 5 વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે 12માં ધોરણની પરીક્ષા આપી છે. જેમાં સાયન્સના બે અને કોમર્સના ત્રણ વિદ્યાર્થીઓ હતાં.

સુરાણી હસ્તી હિતેષભાઇ - ધોરણ 12 કોમર્સમાં 69.39 ટકા મેળવ્યા
કેવડિયા યશવી દિનેશભાઇ - ધોરણ 12 કોમર્સમાં 67.75 ટકા મેળવ્યા
વરસાણી માનસી પ્રવિણભાઇ - ધોરણ 12 કોમર્સમાં 52.03 ટકા મેળવ્યા

તમે નીટે આપેલી લીંકમાં પોતાનું પરિણામ જાણી શકો છો.

First published: May 25, 2019, 7:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading