ગુજરાતમાં પેટા ચૂંટણી જીતવા ભાજપે ઘડ્યું આવું માઈક્રો પ્લાનિંગ

News18 Gujarati
Updated: October 19, 2019, 2:02 PM IST
ગુજરાતમાં પેટા ચૂંટણી જીતવા ભાજપે ઘડ્યું આવું માઈક્રો પ્લાનિંગ
પ્રતિકાત્મક તસવીર

ચૂંટણીમાં લીડ સાથે જીત મેળવા પ્રદેશ ભાજપે ઘર ઘર સંપર્ક, ખાટલા બેઠક,ગ્રુપ બેઠક, સમાજની બેઠક,સમાજના સંમેલન,રેલી,અને સભાઓ કરી જનતાને મત આપવા અપીલ કરી છે

  • Share this:
મયુર માંકડિયા, અમદાવાદ: ગુજરાતની છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં આજે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. આથી, હવે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા છેલ્લી ઘડીનું માઈક્રો પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સક્રિય સભ્ય,પેજ પ્રમુખ,બુથ પ્રમુખ,શક્તિ કેન્દ્ર,અને મંડલ સુધી પોતાના કાર્યકરોની ફોજ એક-એક મતદાર સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા ગોઠવામાં આવી રહી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, 25 વર્ષથી ભાજપ સાશનમાં છે ત્યારે આ પ્રકારના પ્લાનિંગથી બહુ ફાયદો થાય છે. ચૂંટણી દ્વારા લોક શિક્ષણનું પણ મોટું કામ થતું હોય છે. માઈક્રો પ્લાનિંગથી એ બુથનો કાર્યકર્તાએ ઘર ઘર સુધીનો સંપર્ક કરતો હોય છે,”.

હાલ આ ચૂંટણીમાં ભાજપે દરકે બુથ પર બે સ્થાનિક કાર્યકર અને બે પ્રવાસી કાર્યકર નીચે 35 થી 40 પેજ પ્રમુખોની વ્યસ્થા ગોઠવી છે. તો સાથે જ દરકે વિધાનસભાના સક્રિય સભ્યને પણ બૂથમાં લોક સંપર્કની જવાબદારી સોંપવામાં આવી છે. 19 અને 20 ઑક્ટોબર દરમ્યાન દરકે બુથ પર આ કાર્યકરોએ મતદાન યાદીથી લઈ બુથ એજન્ટ સુધીની તમામ વ્યવસ્થાઓ ગોઠવી વધુમાં વધુ મતદાન થાય તે માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે.

પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ ભાઈ દલસાણીયા એ જણાવ્યું હતું કે, અમારી જીત નિશ્ચિત છે. તેમાં કોઈ આપણા મનમાં શંકા નથી પણ સાથે સાથે એ પણ આપણા મનમાં દર છે કે પેટ ચૂંટણી છે એટલે મતદાન ઓછું થાય..મતદાન વધારવા માટે આપણી પાસે કાર્યકર્તાઓ ની ટીમ છે. મેન પાવર થકી આપણે મતદારને મતદાન મથક સુધી લેવાની ચોક્કસ વ્યવસ્થા કરી છે. અત્યાર સુધી આપણે જુદા જુદા કાર્યક્રમો કર્યા હશે પરંતુ હવે આપણે બુથમાં જઈ કામ કરવાનું છે. ત્યાં પેજ પ્રમુખની વ્યસ્થા, સોસાયટીના પ્રમુખો, ગરબી મંડળ,ગણપતિ મંડળ,નાની મોટી સામાજિક સંસ્થા, સત્સંગ મંડળના બહેનો, સખી મંડળ અને નાના મોટા એસોસિયેશનના આધારે આપણે આપણું મતદાન વધારી શકાઈ,”.

સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં મતદાન ની ટકાવારી એ ઓછી થતી હોય છે.પરંતુ ભાજપે તમામ વિધાસભાઓમાં પ્રથમિક સભ્ય, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને મંડલ સુધીની વ્યસ્થા કરી ભાજપ તરફી મતદાન ની ટકાવારી વધારવાનું પ્લાનિંગ પણ કરી દેવામાં આવ્યું છે.ચૂંટણીમાં લીડ સાથે જીત મેળવા પ્રદેશ ભાજપે ઘર ઘર સંપર્ક, ખાટલા બેઠક,ગ્રુપ બેઠક, સમાજની બેઠક,સમાજના સંમેલન,રેલી,અને સભાઓ કરી જનતાને મત આપવા અપીલ કરી છે.તો સાથે જ હવે માઈક્રો પ્લાનિંગ સાથે મતદારોને બુથ સુધી પોહ્ચાડવા પણ આયોજન કરી દેવામાં આવ્યું છે.

 
First published: October 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading