ગુજરાત BJP 10 લાખ પરિવારનો સંપર્ક કરી CAA કાયદા મુદ્દે જાગૃતિ ફેલાવશે


Updated: January 4, 2020, 9:09 PM IST
ગુજરાત BJP 10 લાખ પરિવારનો સંપર્ક કરી CAA કાયદા મુદ્દે જાગૃતિ ફેલાવશે
પ્રતિકાત્મક તસવીર

આ કાયદો લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને 5 લાખ અભીનંદન પોસ્ટકાર્ડ લખવાનું પણ આયોજન

  • Share this:
CAAનો કાયદો કોઈપણ ભારતીય નાગરિકને લાગુ પડતો નથી. ફક્ત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના જે અલ્પસંખ્યકો કે જે પીડિત છે અને શરણાર્થી છે તેમને નાગરિકતા દેવાની વાત છે. ભારતના કોઇપણ નાગરીકની નાગરિકતા પાછી લેવાની કોઈ વાત નથી, આટલી સીધી સાધુ સંવેદનાસભર સત્ય હોવા છતાં કોંગ્રેસ અફવા ફેલાવે છે તેની સામે ભારતીય જનતા પાર્ટી 5 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી માં સમગ્ર દેશમાં એક જનજાગૃતિ અભિયાન કરવાની છે.

આ કાયદો લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને 5 લાખ અભીનંદન પોસ્ટકાર્ડ લખવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઘર ઘર જનસંપર્ક રાજ્યના 10 લાખ ઘર સુધી ભાજપના કાર્યકરો પહોંચશે. તમામ ઘર માં CAA કાયદાને લગતી પત્રિકા પણ અપાશે. સાથે જ ટોલ ફ્રી નંબર પર મિસ્કોલ મારીને સભ્યો સમર્થન આપશે.

ગુજરાત ભાજપના એક લાખથી પણ વધુ કાર્યકર્તા જનજાગૃતિ અને ઘર સંપર્ક અભિયાનમાં જોડાશે. આ ઉપરાંત કેન્દ્રની સૂચના મુજબ દરેક સંસદસભ્યો અને ધારાસભ્યોને પણ જે તે વિસ્તારના શરણાર્થીઓનો સંપર્ક કરવાની પણ સૂચના આપી છે.

સાથે ભારતીય નાગરિક બનાવવા માટેની જે પણ કાર્યવાહી હોય તે કાર્યવાહી શરૂ કરવામાં મદદરૂપ થવા માટેની પણ સૂચના ભાજપ તરફથી આપવામાં આવી છે. ભાજપના તમામ મોરચાઓને આ કાર્યક્રમમાં જોડાવા સૂચના આપવામાં આવી છે. લઘુમતી મોરચો પણ લઘુમતી વિસ્તારોમાં આ કાયદાને લઈને જનજાગૃતિ અભિયાન ચલાવશે.

કયા નેતાને ક્યાંની જવાબદારી સોંપાઈ
ગુજરાતમાં કોણ કોણ ઘર-ઘર જનસંપર્કમાં જોડાશે, તે મુદ્દે મળતી માહિતી અનુસાર, ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી આણંદમાં, કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા સાણંદમાં, કેન્દ્રીય મંત્રી મનુસખ માંડવીયા મહેસાણામાં, કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન અમદાવાદમાં, કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક જામનગરમાં જોડાશે, જ્યારે કુલ 1 લાખથી વધુ કાર્યકરો આ અભિયાનમાં જોડાશે. 50 હજાર બુથો પર 20-20 ઘરનો સંપર્ક કરવામાં આવશે, આમ કુલ 5 લાખ જેટલા અભિનંદન પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને મોકલાશે.
First published: January 4, 2020, 8:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading