'ફેરવી તોળ્યું', વિવાદ બાદ વાઘાણીની સ્પષ્ટતા, 'મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું'

News18 Gujarati
Updated: January 28, 2019, 6:38 PM IST
'ફેરવી તોળ્યું', વિવાદ બાદ વાઘાણીની સ્પષ્ટતા, 'મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું'
ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ફાઈલ ફોટો

  • Share this:
રાધનપુરમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ થોડા સમય પહેલા આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે ખુલાસો કર્યો છે. વાઘાણીએ કહ્યું કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. જો કે સાથે વાઘાણીએ ટોણો પણ માર્યો કે ભૂતકાળમાં કોંગ્રેસે મારી માતા અને નરેન્દ્રભાઇ વિરુદ્ધ અપશબ્દો કહ્યાં હતા.

શું કહ્યું વાઘાણીએ ?

રાધનપુરમા ભાજપ યુવા સમેલનમાં સંબોધન દરમિયાન ગુજરાત ભાજપ પ્રમુખ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઇને રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વાઘાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે વિવાદ બાદ વાઘાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ ખોટી રીતે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મારો કહેવાનો અર્થ માત્ર વીઆઇપી કલ્ચર હોવાનો હતો. જો કે વાઘાણીએ સાથે જણાવ્યું કે ભૂતકાળમાં મારી માતા અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોંગ્રેસના નેતાઓ દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ હોસ્પિટલમાં કમ્પાઉન્ડરે પ્રેમિકા સાથે અંગત પળો માણી અને પછી...

ઉલ્લેખનીય છે કે રાધનપુરમાં ભાજપ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આશ્ચર્યજનક ટિપ્પણીઓ કરી હતી. જેમાં વાઘાણીએ જણાવ્યું કે રાહુલ કમાન્ડોની સુરક્ષા વચ્ચે જનમ્યા હતા. જે ઘોડિયામાં કમાન્ડોની સાથે જનમ્યા હોય તે દેશની વાતો કરે છે. વધુમાં વાઘાણીએ કહ્યું કે દૂધ પીતી વખતે થાય તે ખરુ, આપણે જોવા નથી ગયા. આટલાથી ન અટકતા વાઘાણીએ કહ્યું કે રાહુલે કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દૂધ પીધું છે.

તો વાઘાણીના નિવેદનો બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપના નેતાઓએ ગાંધી પરિવાર વિશે બોલતા પહેલા સો વાર વિચાર કરવો જોઇએ કારણ કે ભાજપના એકપણ નેતાઓના વડવાઓએ દેશ માટે બલિદાન આપ્યું નથી. વધુમાં તેઓએ કહ્યું કે આ જીતુ વાઘાણીની હલકી માનસિક્તા દર્શાવે છે. તો કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોષીએ કહ્યું કે જીતુ વાઘાણી નવું સમાચારમાં ચર્ચામાં રહેવા અને નવું પક મેળવવા માટે હવાતીયા મારી રહ્યાં છે, આવા હલકા નિવેદનો કરી તેઓ પોતાની માનસિક્તા દર્શાવી રહ્યાં છે.
First published: January 28, 2019, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading