કોંગ્રેસના ઘારાસભ્યો અને આગેવાનોને કોંગ્રેસ ઉપર વિશ્વાસ રહ્યો નથીઃ જીતુ વાઘાણી

News18 Gujarati
Updated: July 5, 2019, 6:44 PM IST
કોંગ્રેસના ઘારાસભ્યો અને આગેવાનોને કોંગ્રેસ ઉપર વિશ્વાસ રહ્યો નથીઃ જીતુ વાઘાણી
ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી

ગુજરાત વિધાનસભામાં રાજ્યસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપ તરફી વોટિંગ કર્યું હતું.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપ તરફી વોટિંગ કર્યું હતું. ત્યારબાદ બંને ધારાસભ્યોએ MLA પદ ઉપરથી રાજીનામા આપ્યા હતા. આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાત કરી હતી.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મને એવું લાગે છે એક નવો ઇતિહાસ રાજ્યસભાની ચૂંટણી થઇ પરંતુ દેશની અંદેર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના પ્રથમ નાણામંત્રી નિર્મલા સિતારમને બજેટ મુક્યું છે. અમારી પાર્ટી તમામ લોકોને સમાવેશ કરે મહિલાની વાત હોય, પાણીની વાત હોય, રસ્તાની વાત હોય આ તમામ પ્રકારે આ બજેટ આવનારા ભવિષ્યમાં દેશે ઊંચાઇએ લઇ જશે. હું રાજ્યના લોકો વતી આ બજેટને આવકારું છું.

ક્રોસ વોટિંગ અંગે પૂછાયેલા પ્રશ્નમાં તેમણે જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે કોંગ્રેસનો ઇતિહાસ જોવા જઇએ તો કોંગ્રેસ ધારાસભ્યો કે કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસના નેતૃત્વ ઉપર વિશ્વાસ રહ્યો નથી. શંકરસિંહ વાઘેલા સમયે પણ કોંગ્રેસના ઉમેદવારો કોંગ્રેસ વિરૂદ્ધ મતદાન કરેલું. ગયા વખતે 8 જેટલા ધારાસભ્યો અહેમદ પટેલ ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે 8 જેટલા ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું અને છ જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા.

આ પણ વાંચોઃ-અલ્પેશ ઠાકોરે, ભરતસિંહ અને ધવલસિંહે MLA પદેથી રાજીનામું આપ્યું

તમારા માધ્યમથી જ જાણવા મળ્યુ છે કે કોંગ્રેસના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. આમ કોંગ્રેસે પોતાના ધારાસભ્યો ઉપર વિશ્વાસ રહ્યો નથી એટલે જ તો રિસોર્ટમાં લઇ જવા પડે છે. ગયા વખતે પણ રિસોર્ટમાં લઇ ગયા હતા.

તેમણે કોંગ્રેસને પ્રશ્ન કરતા જણાવ્યું હતું કે, કહેવાતા મેન્ડેટની વાત કરો છો. વ્હિપની વાત કરો છો. હવે તમે એમ કહો છો કે અમને ખબર હતી તો તને એમને શું કામ વ્હિપ આપ્યું. કોંગ્રેસ ખોટું બોલવા માટે ટેવાયેલી છે.
First published: July 5, 2019, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading